તોડ કાંડ : આરોપી AAP નેતા યુવરાજસિંહ જાડેજા વિરુદ્ધ પોલીસે કોર્ટમાં 900 પાનાની ચાર્જશીટ દાખલ

0
1 કરોડના તોડકાંડમાં પકડાયેલા આમ આદમી પાર્ટી નેતા યુવરાજસિંહ જાડેજા અને તેમનો સાળો શિવુભા હાલ ભાવનગરની જેલમાં બંધ છે. તેવામાં આ બંનેની મુશ્કેલીઓમાં વધારો કરતી ખબર સામે આવી છે. વાસ્તવમાં તોડ કાંડના આરોપી AAP નેતા યુવરાજસિંહ જાડેજા વિરુદ્ધ પોલીસે કોર્ટમાં 900 પાનાની ચાર્જશીટ દાખલ કરી છે. આ પહેલા ભાવનગર જેલથી અન્ય જેલમાં જવા માટે આ કાંડના તમામ આરોપીઓએ અરજી દાખલ કરી દીધી હતી. જોકે કોર્ટે તેમની આ અરજી ફગાવી દીધી હતી.




મળતી માહિતી અનુસાર ડમી ઉમેદવારકાંડમાં 1 કરોડથી વધુનો તોડ કરવાના કાંડના મુખ્ય આરોપી યુવરાજસિંહ જાડેજા વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી દેવામાં આવી છે. કોર્ટમાં દાખલ કરવામાં આવેલી 900 પાનાની આ ચાર્જશીટમાં પોલીસે આખા ગુનાની ઝીણામાં ઝીણી બાબતો આવરી લીધી હોવાનું કહેવામાં આવી રહ્યું છે. આ સિવાય વધુ એક માહિતી એવી પણ મળી રહી છે કે આ પહેલા યુવરાજસિંહ અને તેમના બંને સાળાઓ સહિતના તમામ 6 આરોપીઓએ જામીન મેળવવા અરજી કરી હતી, પરંતુ કોર્ટે યુવરાજસિંહ અને તેના સાળા શિવુભાની જામીન અરજી ફગાવી દીધી હતી.


1 કરોડનો તોડ કરવાના આરોપમાં ભોગવે છે જેલવાસ

આ તમામ સામે ડમી કાંડ ઉજાગર કરતી યુવરાજસિંહ જાડેજાની પ્રેસ કોન્ફરન્સમાં નામ જાહેર કરીને ફસાવી દેવાની ધાકધમકી આપીને પ્રદીપ બારૈયા અને પ્રકાશ દવે નામના બે ઈસમો પાસેથી કુલ 1 કરોડ રૂપિયા પડાવી લેવાનો આરોપ છે. તમામ સામે 21 એપ્રિલે ભાવનગર પોલીસ મથકે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ વારાફરતી ધરપકડ કરી લેવામાં આવી હતી. ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કરતા તમામના જરૂર મુજબના રિમાન્ડ મંજૂર થયા હતા. ત્યારબાદ કોર્ટે તમામને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપતાં તેઓ ભાવનગરની જેલમાં બંધ છે. આ જ જેલમાં ડમી કાંડના 33 જેટલા આરોપીઓને પણ રાખવામાં આવ્યા છે, જેમની ઉપર સરકારી નોકરી માટેની સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ડમી ઉમેદવાર બેસાડીને કૌભાંડ આચરવાનો આરોપ છે. આ બંને કેસ એકબીજા સાથે સંલગ્ન છે.

આ સિવાય તે પણ સામે આવ્યું હતું કે જાડેજાએ દહેગામની એક સોસાયટીમાં 51 લાખ રૂપિયાનો બંગલો ખરીદ્યો હતો અને આ માટે 30 લાખની ચૂકવણી કરી પણ દેવામાં આવી હતી. તેમાં તોડકાંડનો પૈસો વપરાયો છે કે કેમ તે અંગે હાલ તપાસ ચાલી રહી છે. બીજી તરફ, આ કેસમાં 1 કરોડમાંથી કુલ 84 લાખની રકમ રિકવર કરી લેવાઈ છે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top