- ગત વર્ષની મે માસની સરખામણીએ 5થી 7 ટકાથી વધુ કેરીની આવકમાં વધારો
- દેશી કેરીના મણના ભાવ 200થી 300 જ્યારે રાજાપુરીના 400થી 450 રૂપિયા
વ્યારા ખાતે ઉનાળાની શરૂઆત થતાં એપીએમસી માર્કેટ ખાતે વ્યારા પંથક સહિત જિલ્લાના ખેડૂતો દ્વારા વિવિધ જાતની કેરીઓ વેચાણ માટે આવી રહેતા રોજની કેરીની વિવિધ જાત જેમાં દેશી, કેસર, ટોટાપુરી લંગડો સહિત અન્ય પ્રકારની અંદાજિત 30 ટન કેરીની આવક આવી રહી છે. બીજી તરફ ગ્રાહકોને કેરીના ભાવો સારા મળી રહેતા આવનાર સમયમાં વધુ કેરીનો આવક આવશે.
ગરમીના શરૂઆત સાથે કેરીની આવક બજારમાં આવી જાય છે. આ વર્ષે માવઠાઓની અસરના કારણે કેરીને આવવામાં થોડું મોડું થઈ ગયું હતું. જોકે હાલ કેરીનાં બજારમાં આવક વધી રહી છે. વ્યારા એપીએમસી માર્કેટમાં વ્યારા સહિત જિલ્લાના ખેડૂતો દ્વારા વિવિધ કેરીઓના વેચાણ માટે આવી રહ્યા. ગત વર્ષની મે માસની સરખામણીએ આ વર્ષે કેરીના વેચાણ અને ખરીદ ભાવમાં પણ અંદાજિત 10થી 20 ટકાનો વધારો થયો છે.
વિવિધ જાતની કેરીના ભાવ
વ્યારા એપીએમસીમાં મે માસમાં દેશી કેરીના એક મણના અંદાજે 200થી 300 રૂપિયા, જ્યારે રાજાપુરીના એક મણના અંદાજિત 400થી 450 રૂપિયા, કેસરના એક મણના 900થી 1200 રૂપિયા, તોતાપુરી કેરીના એક મણના 400થી 600 સુધી અને લંગડો કેરીના એક માળના 500 થી 600 રૂપિયા સુધીના ભાવો પ્રમાણે કેરીઓના ખરીદ વેચાણ થઈ રહ્યું હોવાનું જાણવા મળ્યું છે.
અંદાજે 30 ટન કેરીની આવક જાવક
વ્યારા એપીએમસી માર્કેટમાં હાલ ખેડૂતો વેચાણ માટે આવી રહ્યા છે તો બીજી તરફ કેરી ખરીદવા માટે અથાણા ફેક્ટરી તેમજ એમપી અને મહારાષ્ટ્રના વેપારીઓ આવી રહ્યા છે. ગત વર્ષની સરખામણીએ આ વર્ષે કેરીની આવકમાં અંદાજિત 5થી 7 ટકા વધારો નોંધાયો છે. ખુલ્લી હરાજી, ખરો ટોલ અને રોકડા નાણાની પદ્ધતિ લઈને વ્યારા એપીએમસી માર્કેટમાં ખરીદ વેચાણના કામકાજમાં વધારો થઈ રહ્યો છે. રોબીન ગામીત, ઇન્ચાર્જ એપીએમસી સેક્રેટરી



.png)