વ્યારાના કણઝા ફાટક નજીક યુવાને માલગાડી નીચે પડતું મૂકી આપઘાત કરી લીધો છે. વ્યારાના માલીવાડ વિસ્તારમાં રહેતા યુવકે માલગાડી ટ્રેન નીચે આવી જઈ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઈ છે.
વ્યારાના કણઝા ફાટક નજીક યુવાને માલગાડી નીચે પડતું મૂકી આપઘાત કરી લીધો છે. વ્યારાના માલીવાડ વિસ્તારમાં રહેતા યુવકે માલગાડી ટ્રેન નીચે આવી જઈ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઈ છે. મૃતક યુવકનું નામ ફિરોઝ મન્સૂરી હોવાનું બહાર આવ્યું છે. અગમ્ય કારણસર આત્મહત્યા કરી હોવાનું પ્રાથમિક તબક્કે બહાર આવ્યું છે. રેલવે પોલીસે ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી છે.



.png)