અમદાવાદનો યુવક કોરોના પોઝિટિવ, હોસ્પિટલમાં ઓક્સિજન પર રખાયો

News 16
0
આજે અમદાવાદમાં એક યુવક કોરોના સંક્રમિત થયો હોવાની ઘટના સામે આવી છે. આ યુવકને હાલ હોસ્પિટલમાં ઓક્સિજન પર રાખવામાં આવ્યો છે. મેમનગરનો રહેવાાસી યુવક થોડા દિવસથી બિમાર હતો. આ યુવક જ્યારે તેની તપાસ કરાવવા હોસ્પિટલ ગયો ત્યારે તેનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો હતો. હાલ આ યુવક સોલા સિવિલ હોસ્પિટલ દાખલ છે અને તેને ઓક્સિજન પર રાખવામાં આવ્યો છે. યુવક કોરોના સંક્રમિત થયો હોવાની ઘટના સામે આવતા જ આરોગ્ય તંત્ર પણ દોડતું થયું છે અને જરૂરી કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે.

દરમિયાન સોલા સિવિલના તબીબે જણાવ્યું કે, હોસ્પિટલમાં દાખલ થયેલા કોરોનાગ્રસ્ત યુવકે બે વખત વેક્સિનનો ડોઝ લીધો છે, જ્યારે તેણે ત્રીજો ડોઝ લીધો નથી, તેથી તબીબોને સલાહ આપી છે કે, તેઓ કોઈપણનો બુસ્ટર ડોઝ બાકી ન રાખે. સાથે જ તબીબે માસ્તક ફરજીયાત કરવા પણ જણાવ્યું છે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top