ભારતની સંવિધાન સભામાં આદિવાસી લોકોના અધિકારોના સાચા પહેરી જયપાલસિંહ મુંડાની જન્મજયંતી નિમિત્તે તેમની જાણી અજાણી વાતો..

0

 ભારતની સંવિધાન સભા અને સંસદમાં આદિવાસી લોકોના અધિકારોના સાચા પહેરી હોવાની સાથે ભારતના આદિવાસીઓના સર્વોચ્ચ નેતા ગણાતા જયપાલસિંહ મુંડાની આજે એટલે કે 3 જાન્યુઆરી 1903 જન્મજયંતી સમગ્ર આદિવાસી વિસ્તારોમાં ઉજવવામાં આવી રહી છે.



જયપાલસિંહ મુંડા એક જાણીતા રાજનીતિજ્ઞ પત્રકાર લેખક સંપાદક શિક્ષાવિદ હતા 1925માં ઓક્સફોર્ડ બ્લુનો અવોર્ડ જીતનારા હોકીના એક માત્ર આંતરરાષ્ટ્રીય ખેલાડી હતા. એમની કેપ્ટનસીમાં 1928 ઓલિમ્પિકમાં ભારતએ પહેલું સુવર્ણપદક મેળવ્યો હતો. જયપાલસિંહ મુંડા ઝારખંડના અનુસુચિત જનજાતિ હતા મિશનરી ની મદદથી તેઓ ઓક્સફોર્ડ માંથી સેન્ટ જોન્સ કોલેજમાં ભણવા માટે ગયા. તેઓ અસાધારણ પ્રતિભાશાળી વ્યક્તિ હતા. તેમણે અભ્યાસ સિવાય હોકીમાં પ્રમુખ હતા અને આદિવાસી અધિકારોના વાદ-વિવાદમાં મહારત ધરાવતા હતા.

1938 જાન્યુઆરીમાં તેમણે આદિવાસી મહાસભાની અધ્યક્ષતા ગ્રહણ કરી જેણે બિહારમાંથી ઝારખંડ રાજ્યની સ્થાપના માંગ કરી હતી. જે બાદ જયપાલ સિંહ દેશમાં આદિવાસીઓના અધિકારોની અવાજ બની ગયા હતા. સંવિધાન સભામાં અનુસુચિત જનજાતિ ની જગ્યા આદિવાસીઓને મૂળવાસી આદિવાસી કરવાની વાત કરી હતી.



ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top