ગુજરાતમાં સીએમ પદના ચહેરા તરીકે આમ આદમી પાર્ટીએ ઇસુદાન ગઢવીને ઉતાર્યા હતા જો કે પાર્ટીના ઉમેદવારોની જીતની સંખ્યામાંમ કોઇ ફેર પડયો નથી પણ પાંચ ધારાસભ્ય જીત્યા છે તે પણ પાર્ટી છોડુ છોડુ કરી રહ્યા છે ત્યારે પાર્ટીએ સંગઠનમાં બદલાવ કર્યો છે. આપ પાર્ટીએ ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ તરીકે ઇસુદાન ગઢવી અને નેશનલ સેક્રેટરી તરીકે ગોપાલ ઇટાલિયાની પંસદગી કરી ગુજરાતમાં સંગઠન બદલ્યુ છે.
અલ્પેશ કથેરિયાને સુરતના કાર્યકારી પ્રમુખ બનાવ્યા છે. ચૈતર વસાવા દક્ષિણ ગુજરાતના કાર્યકારી પ્રમુખ, કૈલાસ ગઢવી કચ્છના કાર્યકારી પ્રમુખ, ડો રમેશ પટેલ ઉત્તર ઝોનના કાર્યકારી પ્રમુખ આમ કુલ 6 નેતાઓને કાર્યકારી પ્રમુખ બનાવવામાં આવ્યા છે.


.png)