ચીનમાં કોરોનાના વધતા જતાં કેસે સમગ્ર દુનિયામાં ફરી એકવાર દહેશત ઉભી કરી છે. ચીનમાં ઓમિક્રોના બીએફ.7 વેરિયન્ટે હાહાકાર મચાવ્યો છે. ગુજરાતમાં નવા વેરિયન્ટના 2 કેસ નોંધાયો છે.

ગુજરાતમાં પણ એક બાદ એક નવા કોરોનાના વેરિયન્ટના કેસ નોંધાઇ રહ્યાં છે. ઓમિક્રોનના સબ વેરિયન્ટ બીએફ.7એ ચીન, જાપાન, અમેરિકા સહિતના દેશોમાં ફરી હાહાકાર મચાવ્યો છે. ગુજરાતમાં પણ આ વેરિયન્ટના 2 કેસની પુષ્ટી થઇ છે. પહેલો કેસ વડોદરા, બીજો કેસ અમદાવાદમાં નોંધાયો છે. ભાવનગર શહેરમાં ચીન થ આવેલા એક શખ્સને કોરોના પોઝિટિવ આવતા તંત્ર લાગ્યું કામે છે. ચીન આવેલા વ્યક્તિનો રેપિડ ટેસ્ટ પોઝિટિવ આવતા યુવકને હોમ આઇસોલેશન કરવામાં આવ્યો છે, યુવકનાં પોઝિટિવ લક્ષણો જણાવતા BF.7 ની જિનોમ સિકવન્સ માટે રિપોર્ટ ગાંધીનગર મોકલવામાં આવ્યો છે. ઉલ્લેખનનિય છે કે. બે દિવસ પૂર્વે 34 વર્ષીય એક યુવાન ચીન થી ભાવનગર આવ્યો હતો

.png)