વ્યારાના પનિહારી ગામ નજીક ભૂલી પડેલી મહિલાનો વન સ્ટોપ સખી મંડળે પરિવાર સાથે મિલાપ કરાવ્યો

0

વ્યારા તાલુકાના પનિહારી ખાતે ભૂલી પડેલા એક મહિલાને ગામના સરપંચ દ્વારા મુલાકાત લઇ તેમને સખી સેન્ટર વન સ્ટોપ અધિકારીઓ ને મહિલા બાબતે માહિતી આપી હતી.ત્યાં સેન્ટર દ્વારા તેમના પરિવારજનોની માહિતી મેળવી મહિલા અને પરિવાર જનો માં સુખદ મિલાપ કરાવ્યો હતો.

તાપી જિલ્લાના સખી સેન્ટર જનરલ હોસ્પિટલ કેમ્પસ- વ્યારા ખાતે તાજેતરમાં પનિયારી ગામના સરપંચ જયેશભાઈ ગામીત દ્વારા એક ભૂલા પડેલા મહિલાને સખી વનસ્ટોપ સેન્ટર ખાતે લાવવામાં આવ્યા હતા. જયેશભાઇના જણાવ્યા મુજબ પનિયારી ગામમાં એક મહિલા એકલા બેસી રહ્યા હતા. આ ભુલા પડેલા મહિલાને પૂછતાં તેમનું નામ, સરનામું કઈ પણ જાણવામાં ન આવતા તથા મહિલાને આશ્રય અને કાઉન્સિલિંગની જરૂરિયાત જણાતા મહિલાને સખી સેન્ટર ખાતે લાવવામાં આવ્યા હતા.

સખીવન સ્ટોપ સેન્ટર વ્યારા ખાતે વિખુટા પડેલ મહિલાને આશ્રય આપવામાં આવ્યો હતો અને સેન્ટર દ્વારા તમામ પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવામાં આવી હતી. મહિલાનું કાઉન્સિલિંગ કરતા ગામનું નામ જણાવા મળ્યું હતું, જેથી સેન્ટરના કેન્દ્ર સંચાલક અમિતાબેન ગામીત અને દક્ષાબેન ઓડ દ્વારા મહિલાએ જણાવેલ ગામના સરપંચશ્રીનો સંપર્ક કરી મહિલાનું નામ અને તેમનો ફોટો વોટ્સ અપ દ્વારા મોકલાવવામાં આવ્યો હતો અને તપાસ કરતા તેઓનાં ભાઈનો સંપર્ક નંબર મળતા તેમના ભાઈને ટેલિફોનિક સંપર્ક કરી મહિલાએ જણાવેલ નામ અને પ્રાથમિક માહિતી આપતા મહિલા તેમના બહેન છે તેમ જાણવા મળ્યું હતું. પરિવારને જરૂરી આધાર પુરાવા સાથે મહિલાને લેવા સખીવન સ્ટોપ સેન્ટર ખાતે બોલાવવામાં આવ્યા હતા.

ત્યાર બાદ મહિલાએ તેમના ભાઈ હોવાની ઓળખાણ આપી ખાત્રી કરી હતી.તેમજ ભાઈનો આધારકાર્ડ સેન્ટરના કેન્દ્ર સંચાલક દક્ષાબેન ઓડ અને કેસ વર્કર ચેતનભાઇ પટેલ દ્વારા ખરાઈ કરવામાં આવી હતી. તમામ નિવેદન લીધા બાદ આશ્રિત મહિલાનો કબજો તેમના ભાઈને સોંપવામાં આવ્યો હતો.તાપી જિલ્લા મહિલા અને બાળ અધિકારી અને દહેજ પ્રતિબંધક સહ અધિકારી ડૉ. મનીષા મુલતાનીના સતત માર્ગદર્શન હેઠળ આશ્રિત મહિલાનું પરિવાર સાથે સુખદ મિલન કરાવી મહિલાને સહીસલામત તેમના પરિવારજનો સાથે ભેટ કરાવી હતી.

જેથી આશ્રિત મહિલાના પરિવારજનોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. મહિલાના પરિવારજનોએ સેન્ટર ખાતે તમામ પ્રકારની સુવિધાઓ પુરી પાડવા બદલ સખીવન સ્ટોપ સેન્ટર તથા ભૂલા પડેલ મહિલાને સેન્ટર ખાતે લઈ જવા બદલ પનીયારી ગામના સરપંચ જયેશ ગામીતનો પણ આભાર વ્યક્ત કર્યો હતો.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top