ગાંધી પરિવારના જમાઈ અને કોંગ્રેસ રાષ્ટ્રીય મહાસચિવ પ્રિયંકા ગાંધીના પતિ રોબર્ટ વાડ્રાને માથે આફત આવતી જણાઈ રહી છે. વાડ્રા સામે નોંધાયેલ એક મની લોન્ડરિંગ કેસમાં જોધપુર હાઇકોર્ટે તેમની અરજી ફગાવી દીધી છે. આ સાથે કોર્ટે તેમની ધરપકડ ઉપર 2 અઠવાડિયા માટે રોક લગાવી છે.
આ મામલો બિકાનેરમાં જમીનની લે-વેચમાં થયેલ કૌભાંડનો છે. જેમાં રોબર્ટ વાડ્રા ઉપરાંત તેમની માતા મૉરીન વાડ્રાનું નામ પણ છે. કેસની તપાસ ઇડી કરી રહી હતી. જેની સુનાવણી જોધપુર હાઇકોર્ટની સિંગલ જજ બેન્ચ કરી રહી છે. બુધવારે સુનાવણી પૂર્ણ કર્યા બાદ ચુકાદો અનામત રાખવામાં આવ્યો હતો. ત્યારબાદ આજે ગુરુવારે કોર્ટે નિર્ણય સંભળાવ્યો હતો.
રોબર્ટ વાડ્રા અને અન્ય પક્ષકારોએ હાઇકોર્ટમાં અરજી કરીને આ કેસ રદ કરવા માટે માંગ કરી હતી. પરંતુ કોર્ટે આ અરજી ફગાવી દીધી છે અને કહ્યું છે કે આ કેસમાં ઇડીની તપાસ ચાલુ રહેશે. જોકે, કોર્ટે તેમને બે અઠવાડિયા માટે રાહત આપી છે અને ધરપકડ પર રોક લગાવી છે. અગાઉ કોર્ટે તેમની ધરપકડ પર રોક લગાવતો વચગાળાનો આદેશ પસાર કર્યો હતો, જે હજુ 2 અઠવાડિયા સુધી લાગુ રહેશે.


.png)