આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાની ધરપકડ થઈ હોવાનું ટ્વિટ કર્યુ છે. ગોપાલ ઈટાલિયાએ ટ્વિટ કરીને લખ્યું, ગુજરાતની જનતા દ્વારા ભ્રષ્ટ ભાજપને પૂર્ણ બહુમત આપ્યા બાદ બનેલી નવી સરકારે કામ કરવાનું ચાલુ કર્યુ છે. ભાવનગર પોલીસે આજે મારી ધરપકડ કરી છે. મારી દાદીનું કાલે નિધન થયું છે, મારો પૂરો પરિવાર દુખીછે પરંતુ ભાજપે મારી ધરપકડ કરી છે. કદાચ આ કામ માટે બહુમત મળી હશે.
ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં થઈ હતી હાર
ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ગોપાલ ઈટાલિયા, ઈસુદાન ગઢવી, અલ્પેશ કથીરિયાની હાર થઈ હતી. ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના 5 ઉમેદવારો વિજેતા બન્યા હતા. ગોપાલ ઈટાલિયા સુરતની કતારગામ બેઠકથી ચૂંટણી લડ્યા હતા.



.png)