બુહારીના તલાટીએ અરજી માટે વૃદ્ધને તાલુકા મથક બોલાવી ગેરવર્તણૂક કર્યાની રાવ

News 16
0
વાલોડ તાલુકાના પેલાડ બુહારી ગામના એક વયો વૃદ્ધ અરજદારને ગામથી 10 કિમી દૂર સુધી તાલુકા મથકે બોલાવી અરજી વાંચી તલાટીએ અરજી સ્વીકારી ન હતી. અરજદાર આખરે તાલુકા વિકાસ અધિકારી પાસે ફરિયાદ કરતા ટીડીઓએ સૂચના કરતા અરજી સ્વીકારી હોવાનું જાણવા મળ્યું છે.

15/12/2022 ના રોજ વાલોડ તાલુકાના પેલાડ બુહારી ગ્રામ પંચાયતના તલાટી એ પેલાડ બુહારી ગામના વયોવૃદ્ધ જગુભાઈ દિનુભાઈ પટેલ બાંધકામ કરવાના હોય તે અંગે તલાટી સાથે સંપર્ક કરતા અરજ વાલોડ તાલુકા પંચાયત કચેરીએ આવી આપી જવા જગુભાઈ પટેલને જણાવ્યું હોય અને દર ગુરુવારના રોજ તલાટીઓની મિટિંગ તાલુકા વિકાસ અધિકારી દ્વારા લેવામાં આવતી હોય અરજદાર પેલાડ બુહારીથી વાલોડ તાલુકા પંચાયત કચેરી પર આવ્યા હતા.

આશરે બેથી અઢી કલાક તલાટી કમ મંત્રી મોડા આવેલ અને અરજીની માંગણી કરી અરજી વાંચી લીધી અને જણાવેલ કે હું તમારી અરજી લેવાનો નથી અને ત્યારે અરજદારે જણાવ્યું હતું કે મને શા માટે બોલાવ્યા? ત્યારે તલાટી એ જણાવેલ કે તમારે મારી જ્યાં ફરિયાદ કરવી હોય ત્યાં કરો અને મારુ કોઈ કંઈ કરી ના લેશે , આમ કહી વૃદ્ધનુ અપમાન કરેલુ અને ઉદ્ધતાઈ પૂર્વક અપશબ્દો બોલી અપમાન કરેલ હોય અરજદારના પુત્ર દ્વારા ટીડીઓથી લઇ મુખ્યમંત્રી સુધી તલાટી વિરુદ્ધ ફરિયાદ કરી તપાસ કરી પગલા ભરવા અરજ કરી છે.

અરજી કર્યા બાદ સભા મળી ન હતી,17મીના રોજ સભા છે
તલાટી કમ મંત્રી જીગ્નેશભાઈ સાથે ટેલિફોનિક વાત કરતા તેમણે જણાવ્યું હતું કે તા. 17/10/2022 ના રોજ બાંધકામ કરવા અરજી આપી હતી. ત્યારબાદ કોઈ સામાન્ય સભા મળી ન હોય એ અરજી પેન્ડિંગ હતી અને આજ વિષય બાબતે જગુભાઈ ફરી અરજ કરવા આવતા તેમને એક જ વિષય પર સામાન્ય સભામાં બે વખત ચર્ચા કરવા ઉચિત ન હોય અને મંગળવારે સામાન્ય સભા હોય તા. 17મીની અરજી વાંચનમાં લેવાશે તેમ જણાવ્યું હોવા છતાં ન માનતા અરજી સ્વીકારી હતી.

મૌખિક રજૂઆત પણ સાંભળી ન હતી
જગુભાઈનાના જણાવ્યા મુજબ તલાટી અરજી ન સ્વીકારતા આ બાબતની જાણ તરત જ તાલુકા વિકાસ અધિકારી સમક્ષ મૌખિક રજૂઆત કરેલ પરંતુ તેમણે પણ આ બાબતને ગંભીરતાથી ધ્યાને લીધી ન હતી. આખરે તાલુકા વિકાસ અધિકારીએ અરજ સ્વીકારવા તલાટીને જાણ કરતા અરજ સ્વીકારી હતી.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top