વ્યારામાં પ્રાકૃતિક ખેતી થકી જમીનની જાળવણી વિષય પર 55 ખેડૂત ભાઈ- બહેનોને તાલીમ

News 16
0

વ્યારા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, ખાતે કાર્યરત છે. આ કેન્દ્ર ખાતે આજે વિશ્વ જમીન દિવસની ઉજવણી કાર્યક્રમ અંતર્ગત પ્રાકૃતિક ખેતી થકી જમીનની જાળવણી વિષય ઉપર તાલીમ યોજાઇ હતી. આ કાર્યક્રમમાં તાપી જિલ્લાના કુલ 55 ખેડૂત ભાઇઓ અને બહેનો ઉત્સાહભેર ઉપસ્થિત રહી તાલીમ થકે માર્ગદર્શન મેળવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા કલેક્ટર ભાર્ગવી દવે દ્વારા ખેડૂત મહિલાઓના કાર્યોને બિરદાવવામાં આવ્યા હતા. તેમણે કૃષિ અને સામાજીક ક્ષેત્રે મહિલાઓના યોગદાનો ઉદાહરણો આપી વિસ્તૃત રીતે સમજાવ્યા હતા. વધુમાં તેમણે જમીન જાળવણીના મહ્ત્વ વિશે સમજાવી પ્રાકૃતિક ખેતી તરફ ખેડૂતોને આગળ વધવા હાંકલ કરી હતી. કેવીકેના વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા ડો. સી. ડી. પંડયા કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોને આવકારી કાર્યક્રમનું મહત્વ સમજાવ્યુ હતુ. વધુમાં તેમણે જમીનની પોષકતા દિવસે-દિવસે ઘટતી જોવા મળે છે એના વિશે ચિંતા વ્યકત કરી હતી અને વિશ્વ જમીન દિવસ નિમિત્તે તાપી જિલ્લાના ખેડૂતોને જમીનની ગુણવત્તા સુધારવા અંગે માર્ગદર્શન આપી પ્રાકૃતિક ખેતી અંગે પ્રોત્સાહિત કર્યા હતા. તાપી જિલ્લા ખેતી અધિકારી ચેતન ગરાસીયા દ્વારા જમીનની જાળવણી માટે રસાયણીક ખાતરોનો ઉપયોગ ઘટાડવા તેમજ જૈવિક ખાતરોનો ઉપયોગ વધારવા માટે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમણે જરૂરીયાત મુજબ જ ખાતરોનો ઉપયોગ કરવા અને ઇકો સિસ્ટમની જાળવણી કરવા અંગે માર્ગદર્શન આપ્યુ હતુ. ડો. ધર્મિષ્ઠા એમ. પટેલ, વૈજ્ઞાનિક (બાગાયત) દ્વારા બાગાયતી પાકોમાં વધુ ઉત્પાદન મેળવવા માટે જમીન જાળવણીનું મહત્વ વિષય ઉપર વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યુ હતુ. કાર્યક્રમમાં ડો. એ. જે. ઢોડિયા, વૈજ્ઞાનિક (વિસ્તણ શિક્ષણ) દ્વારા જમીન ચકાસણીની પધ્ધતિઓ વિડીયો ફિલ્મના માધ્યમથી ખેડૂતોને સમજાવવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં શ્રી એ. કે. પટેલ, પ્રોજેક્ટ ડાયરેક્ટર, આત્મા-તાપી,ડૉ. સ્મીત લીંન્ડે, હેડ, સેંટર ઓફ એક્સીલન્સ ઇન એક્વાક્લ્ચર, ઉકાઇ અને કેવિકેના વૈજ્ઞાનિક સહિત ખેડૂતભાઇ બહેનોઓ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન અને આભારવિધિ ડો. જે. બી. બુટાણી, વૈજ્ઞાનિક (પશુવિજ્ઞાન) દ્વારા કરવામાં આવી હતી.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top