નવસારીમાં છેલ્લા 11 મહિનામાં પોલીસે 24,341 ઇ-ચલણ મોકલ્યા, લોકોએ રૂ. 62 લાખથી વધુનો દંડ ભર્યો

0
નવસારી જિલ્લામાં વિશ્વાસ પ્રોજેક્ટ હેઠળ શહેરભરમાં 2020 ફેબ્રુઆરીથી સીસીટીવી લગાવવામાં આવતા ઈ-મેમોની કામગીરી પણ શરુ થઈ હતી. જેમાં પોલીસે 24 હજાર 341 ઇ ચલણ મોકલ્યાં હતા. જેને પગલે 15 હજાર 326 લોકોએ 62 લાખ 20 હજાર 400 રૂપિયાનો દંડ ભર્યો હતો. જ્યારે 40 લાખ 69 હજાર 400 રૂપિયાની વસુલાત બાકી છે.



9 હજાર 15 લોકોએ દંડ ન ભર્યાની માહિતી
નવસારી જિલ્લા પોલીસ દ્વારા કમાન્ડ અને કંટ્રોલ સેન્ટર નેત્રમ ખાતેથી માર્ગ સુરક્ષા અને સલામતીના નિયમોનું પાલન ન કરનાર વાહનચાલકો ઉપર 24 કલાક સર્વેલન્સ અને મોનિટરીંગ કરવામાં આવી રહ્યું છે. નવસારી જિલ્લામાં તા.1 જાન્યુઆરી 2022થી 30 નવેમ્બર 2022 સુધીમાં ટ્રાફિકના નિયમોનો ભંગ કરનારા 24 હજાર 341 વાહનચાલકો CCTVની નજરે ચડી જતા ઇ-ચલણ વાહન ચાલકોના નિવાસસ્થાને મોકલી દેવામાં આવ્યાં હતા પણ માત્ર 15 હજાર 326 લોકોએ 62 લાખ 20 હજાર 400 દંડ ભર્યો છે, જ્યારે હજુ પણ 9 હજાર 15 લોકોએ દંડ ન ભર્યાની માહિતી પણ મળી છે.

15 હજાર 326 લોકો દંડ ભરી ગયા નવસારી શહેર વિસ્તારમાં પણ ગુજરાત રાજ્યના વિશ્વાસ નેત્રમ પ્રોજેક્ટ અંતર્ગત નવસારી જિલ્લામાં તમામ પોઈન્ટ ઉપર હાઇટેક CCTV 24 કલાક કાર્યરત છે. વિશ્વાસ પ્રોજેકટ હેઠળ નવસારી જિલ્લામાં લગાવેલા CCTV કેમેરા દ્વારા માર્ગ સુરક્ષા અને સલામતીના ભાગ રૂપે વાહનચાલકોને ત્રણ સવારી, સીટ બેલ્ટ વગર વાહન હંકારવું, વાહન ચલાવતી વખતે મોબાઈલ ફોનનો ઉપયોગ કરવામાં નવસારી જિલ્લામાં કમાન્ડ અને કન્ટ્રોલ સેન્ટર (નેત્રમ ) ઇ-ચલણ આપવામાં આવે છે. તા.1 જાન્યુ.થી 30 નવેમ્બર સુધીમાં માર્ગ સલામતિના નિયમોનું પાલન ન કરનાર વાહનચાલકોને ઇ-ચલણ મોકલવામાં આવ્યા છે. જેમાંથી 15 હજાર 326 લોકો દંડ ભરી ગયા છે, ત્યારે 9 હજાર 15 લોકો હજુ પણ દંડ ભરી ન ગયા હોવાની માહિતી મળી છે.

14 જેટલા લાઈવ સીસીટીવી કેમેરા મૂકવામાં આવશે
ઇ-ચલણ ભરવા માટેની મુદત 1 માસની જ હોય છતાં ન ભરી જતા લોકો સામે પોલીસ કાર્યવાહી કરવાની સૂચના પણ આપી દેવામાં આવી છે. વર્ષ 2022માં નવા CCTV કેમેરા લગાવવાની તજવીજ પણ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી હતી. નવસારી પાલિકાનું વિસ્તરણ થતા ફેઝ-2માં નવા સીસીટીવી મૂકવા માટેની મંજૂર મળી ગઈ છે. જેમાં 14 જેટલા લાઈવ સીસીટીવી કેમેરા મૂકવામાં આવશે. જેમાં વિરાવળના પ્રવેશ દ્વારે, જલાલપોર વિસ્તારમાં અને સ્ટેટ લેવલ પર નવસારી ગુજરાતની બોર્ડર ઉપર આવેલા વાંસદા તાલુકાના બીલમોરા ખાતે થતી પ્રવૃત્તિની હિલચાલ પર નજર રાખવા માટે સીસીટીવી કેમેરા મૂકવામાં આવશે. બીલીમોરામાં પણ 15 જેટલા સ્થળોએ 72 જેટલા નવા સીસીટીવી કેમેરા મૂકાશે. સરકારે જિલ્લામાં 11 મહિનામાં 62 લાખ 20 હજાર 400 દંડ પેટે જમા કર્યા.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top