નવું મંત્રીમંડળ:11 કેબિનેટ તથા 14 રાજ્યકક્ષામંત્રીનો સમાવેશ થઈ શકે, શંકર ચૌધરી, રાદડિયા અને સંઘવી હશે મજબૂત ચહેરા

0
ગુજરાત વિધાનસભા ચૂંટણીનાં પરિણામો જાહેર થઈ ગયાં છે, જેમાં ભાજપે ઐતિહાસિક જીત હાંસલ કરી 156 સીટ જીતી લીધી છે. આ વિજય બાદ હવે ભાજપે નવી સરકાર રચવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. હવે નવા મંત્રીમંડળમાં કોણ કોણ હશે અને એનું જ્ઞાતિ સમીકરણ શું હશે એ અંગે ચર્ચાઓ શરૂ થવા લાગી છે. નવા મંત્રીમંડળમાં એકપણ સમાજને અન્યાય ના થાય એની તકેદારી રાખવામાં આવી રહી છે. ભાજપે અત્યારસુધીનો રેકોર્ડ તોડી પ્રચંડ બહુમતી મેળવી લીધી છે, પરંતુ હવે ભાજપ માટે આગામી લક્ષ્યાંક કોઈ હોય તો એ છે વર્ષ 2024માં આવનારી લોકસભા ચૂંટણી. વર્ષ 2019ની જેમ ફરીથી એક વખત ભાજપ ગુજરાતની તમામ 26 લોકસભા બેઠક હાંસલ કરવાના ટાર્ગેટ સાથે આગળ વધી રહ્યો છે, ત્યારે માનવામાં આવી રહ્યું છે કે આગામી લોકસભા ચૂંટણીને અનુલક્ષીને જ 11 કેબિનેટ અને 14 રાજ્યકક્ષાના મળીને 25 જેટલા સભ્યોનું નવું મંત્રીમંડળ રચવામાં આવશે.



તમામ જ્ઞાતિ આધારિત સમીકરણો આવરી લેવાની સંભાવના
ગુજરાતના તમામ ઝોન, જેવા કે ઉત્તર, મધ્ય, દક્ષિણ, સૌરાષ્ટ્ર અને કચ્છ એમ તમામ વિસ્તારમાંથી ભાજપ જ્ઞાતિ આધારિત સમીકરણો ધ્યાનમાં રાખીને મંત્રીઓની પંસદગી કરી શકે છે. જોકે હાલ માત્ર ચર્ચાનો દૌર એ છે કે ભાજપના વિજેતા ઉમેદવારો પૈકી મંત્રીપદ માટે સક્ષમ ચહેરો કોણ છે ? કોણ છે કે મંત્રીપદની ગાદી શોભાવશે ? દિવ્ય ભાસ્કર પાસે વિજેતા ઉમેદવાર પૈકી મંત્રીપદ માટે જે લોકો પ્રબળ દાવેદાર છે એવાં કેટલાંક નામો સામે આવ્યાં છે. ગુજરાત રાજ્યની નવી સરકારના વિધાનસભા મંડળમાં કયા કયા ચહેરાનો મંત્રીમંડળમાં સમાવેશ કરવામાં આવી શકે છે એવાં કેટલાંક નામોની ચર્ચા ચાલી રહી છે.

અન્ય સમાજને આવરી લઈ જ્ઞાતિ આધારિત સમીકરણોમાં સમતુલા જાળવશે
એમ નથી કે માત્ર પાટીદાર અને ઓબીસી સમાજ થકી જ સરકારના મંત્રીઓ નક્કી કરાશે. ભાજપ પોતાના આ પસંદગી સમીકરણમાં અન્ય સમાજના સમીકરણને પણ બરાબર ધ્યાનમાં રાખશે. જ્ઞાતિ આધારે સમીકરણોની સમતુલા જાળવવા ભાજપ પૂરતો પ્રયાસ કરશે અને એક નવા મંત્રીમંડળની રચના કરશે.

આ છે સંભવિત મંત્રી મંડળ
સંભવિત કેબિનેટ મંત્રીઓસંભવિત રાજ્યમંત્રીઓ
શંકર ચૌધરીજગદીશ વિશ્વકર્મા
ઋષિકેશ પટેલઅમિત ઠાકર
પૂર્ણેશ મોદીહર્ષ સંઘવી
રાઘવજી પટેલઅલ્પેશ ઠાકોર
કનુ દેસાઇમોહન ઢોડિયા
કિરીટસિંહ રાણાઆર.સી. પટેલ
શંભુનાથ ટુંડિયાજે.વી કાકડીયા
ગણપત વસાવાઅક્ષય પટેલ
જયેશ રાદડિયારીવાબા જાડેજા
કુંવરજી બાવળિયામાલતી મહેશ્વરી
જિતુ વાઘાણીદર્શના દેશમુખ
શૈલેષ ભાભોર
બચુ ખાબડ
ભરત પટેલ

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top