વિધાનસભાની ચૂંટણીઓને હવે આગળીના વેઢે ગણાય એટલા જ દિવસો બાકી રહ્યા છે, ત્યારે તમામ રાજકીય પક્ષો પોતાની સરકાર બનાવવા એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. વિધાનસભાની ચૂંટણીને લઈને ભાજપનો પ્રચાર જોરશોરથી ચાલી રહ્યો છે. ત્યારે આજે ગુજરાતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સભા હતી. વડાપ્રધાને પાલનપુર, મોડાસા, દહેગામ અને બાવળામાં જાહેર સભા ગજવી હતી. જ્યારે બાવળામાં સભા દરમિયાન વડાપ્રધાનની સુરક્ષામાં ચૂક રહી ગયાનું બહાર આવ્યું છે. બાવળા ખાતે મોદીની સભામાં અજાણ્યું ડ્રોન દેખાયું હતું. આ ડ્રોન ઉડાનાર ત્રણ શખ્સ અમદાવાદના હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે ત્રણેય શખ્સની ધરપકડ કરી તેમની પાસેથી ડ્રોન કબ્જે કર્યું છે. પોલીસ તપાસમાં ત્રણેય શખ્સ ડ્રોન કેમેરાથી વીડિયો રેકોર્ડ કરતા હતા.
PM મોદીની સુરક્ષામાં ચૂક:વડાપ્રધાનની બાવળા સભામાં અજાણ્યું ડ્રોન દેખાયું, ત્રણ શખ્સ વીડિયો રેકોર્ડ કરતા હતા; ત્રણેયની ધરપકડ
નવેમ્બર 24, 2022
0
અન્ય ઍપમાં શેર કરો


.png)