ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે આવતીકાલે પ્રથમ તબક્કાનું મતદાન યોજાવા જઈ રહ્યું છે, ત્યારે તાપી જિલ્લાની બે (૨ ) બેઠકો માટે મતદાનની પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર છે. ત્યારે તાપી જિલ્લાનું વહીવટી તંત્ર સંપૂર્ણપણે સજજ બન્યું છે, અને ઇ.વી.એમ.મશીનો તથા મતદાનને લગતુ ચૂંટણીનું સાહિત્ય લઈને આજે ચૂંટણી સ્ટાફને પોલીસની સાથે જુદા જુદા મતદાન મથકો પર રવાના કરવામાં આવી રહ્યો છે.
તાપી જિલ્લાના મુખ્ય ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેકટર ભાર્ગવી દવેના માર્ગદર્શન હેઠળ આજે વ્યારા અને સોનગઢ ખાતે ચૂંટણી સામગ્રીનું વિતરણ કરવા માટેની વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી છે, અને ચૂંટણી ફરજ માટેના તમામ સ્ટાફને એકત્ર કરાયા છે.
જ્યાંથી જુદા જુદા મતદાન મથકો પર ઈવીએમ મશીનો પહોંચાડવા માટેની વ્યવસ્થાઓ ગોઠવાઈ રહી છે, સાથો સાથ મતદાનને લગતું સાહિત્ય પણ એકત્ર કરીને પહોંચાડવા માટેની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. તેના માટે જુદી જુદી શાળાની ખાનગી બસો, ઉપરાંત એસટી બસનો કાફલો પણ તૈયાર રખાયો છે. અને પોલીસના જવાનો, તેમજ લશ્કરી દળના જવાનોનો વિશાળ કાફલો પણ તેહેનાતમા રખાયો છે, અને જુદાજુદા મતદાન મથકો પર ચૂંટણી સ્ટાફને જરૂરી ચૂંટણી સાહિત્ય સાથે રવાના કરવામાં આવી રહ્યો છે.


.png)