ગોપાલ ઇટાલિયા ભારે માર્જિનથી જીતે છે: કેજરીવાલ

0
ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે. બે તબક્કામાં યોજાનાર ચૂંટણીમાં પ્રથમ તબક્કામાં પહેલી ડિસેમ્બરે તો બીજા તબક્કામાં પાંચમી ડિસેમ્બરે ચૂંટણી યોજાશે. ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાનને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે. હાલ રાજ્યમાં બરાબરનો ચૂંટણીનો માહોલ જામ્યો છે અને તમામ રાજકીય પક્ષો મતદારોને આકર્ષવા માટે તનતોડ મહેનત કરી રહ્યા છે. કેન્દ્રીય નેતાઓ ઉપરા ઉપરી રોડ શૉ અને સભાઓ ગજવી રહ્યા છે. આ દરમિયાન આજે અરવિંદ કજરીવાલે સુરતમાં પ્રેસ કોન્ફરન્સ કરી. જેમાં તેમણે કહ્યું આમ આદમી પાર્ટી સરકાર બનાવે છે, 92થી વધુ બેઠક જીતે છે. ગોપાલ ઇટાલિયા ભારે માર્જિનથી જીતે છે.


કેજરીવાલે કહ્યું, Bjp વેપારીઓને ડરાવે છે, એક એક વેપારી આપને વોટ આપવાના છે, નાનો કાર્યકર્તા ધમકી આપે છે, આપ પાર્ટી આવશે એટલે વેપારીઓને કમાવવાની તક આપશે. ગુજરાતની મહિલા અને યુવાઓને અપીલ કરતાં કહ્યું, તમે વોટ આપો છો પણ તમારા તમામ પરિવારને આપને વોટ આપવા અપીલ કરો. મોંઘવારીનો માર મહિલાઓને સહન કરવા પડે છે, વીજળીના બિલ માફને લઈ મહિલાઓનું સમર્થન છે. મહિલાઓના 1 હજાર આપવામાં આવશે. દિલ્લીમાં 7 વર્ષ થી સ્કૂલ ફી વધારવા દીધી નથી,
પેપર ફૂટે છે એનાથી મુક્તિ આપવામાં આવશે, 12 કેસમાં કાર્યવાહી કરાશે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top