ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી ગમે ત્યારે જાહેર થઈ શકે છે, ત્યારે આમ આદમી પાર્ટી આજે ઉમેદવારનું 8મુ લીસ્ટ જાહેર કર્યું છે. આપ દ્વારા વધુ 22 ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. નવા 22 ઉમેદવારો સાથે આપ દ્વારા અત્યાર સુધીમાં 108 બેઠક પર ઉમેદવારો જાહેર કરી દીધા છે.
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીની તારીખ ગમે ત્યારે જાહેર થઈ શકે છે. જોકે, આ વખતે આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં ખૂબ જોરશોરથી પ્રચાર શરૂ કરી દીધો છે. તેમજ તેમણે અત્યાર સુધીમાં 108 ઉમેદવારો પણ જાહેર કરી દીધા છે. ત્યારે આમ આદમી પાર્ટીના મુખ્યમંત્રી પદના ચહેરાને લઈને પહેલા જ જાહેરાત કરવામાં આવી છે.





.png)