વંદે ભારત ટ્રેનને શરૂ કર્યાના થોડા જ કલાકોમાં અકસ્માત નડ્યો હતો. તે પછી હવે ત્રીજી વખત વલસાડમાં આ ટ્રેન ઢોર સાથે અથડાતા આગળનું પડખુ તૂટી ગયું હતું. આ કારણે ટ્રેન મોડી પણ પડી હતી જોકે હાંશકારો એ બાબતનો હતો કે મુસાફરોને કોઈ ઈજા થઈ ન હતી. આ તરફ ટ્રેન સાથે ભટકાયેલા પશુ લોહીલુહાણ થયા હતા.
અગાઉ થયા હતા અહીં અકસ્માત
સૌથી પહેલી વખત 30 સપ્ટેમ્બરે જ્યારે નરેન્દ્ર મોદી દ્વારા ટ્રેનને ફ્લેગ ઓફ કરવામાં આવ્યું તેના અમુક જ કલાક જેટલા સમયમાં આ ટ્રેન અમદાવાદના ઓઢવ વિસ્તારમાંથી પસાર થતી હતી ત્યારે પશુ સાથે ભટકાતા નુકસાન થયું હતું અને ટ્રેનને 20 મીનિટ થોભાવવી પડી હતી. જે પછી બીજો અકસ્માત થયો હતો કંજરી બોરિયાવી અને આણંદ રેલવે સ્ટેશનની વચ્ચે. જેમાં ગાંધીનગર કેપિટલ મુંબઈ સેન્ટ્રલ વંદે ભારત ટ્રેન નંબર 20902 એ ઢોરને અડફેટે લઈ લીધું હતું. અકસ્માતમાં ટ્રેનને સમાન્ય નુકસાન થયું હતું. જે અકસ્માતને કારણે 11 મિનિટ ટ્રેન મોડી પડી હતી.


.png)