નિઝર : તાલુકામાં વિવિધ કામો કરતી કચેરી પોતાની જ કમ્પાઉન્ડ વોલ બનાવી શકી નથી

News 16
0
તાપી જિલ્લાના નિઝર તાલુકા પંચાયત કચેરીનું કમ્પાઉન્ડ વોલમા કેટલા સમયથી તિરાડો પડીને જર્જરિત હાલતમા છે.દર વર્ષે નિઝર તાલુકા પંચાયત કચેરીમા વિકાસના કામો માટે સરકાર દ્વારા કોરોડોની ગ્રાન્ટ ફાળવવામાં આવતી હોય છે.છતાં પણ નિઝર તાલુકા પંચાયત કચેરીના ચારે તરફ ફરતો જર્જરિત બનેલ કમ્પાઉન્ડ વોલ નવો બનાવવામાં આવેલ નથી.



ઘણા સમયથી જર્જરિત અને તિરાડો પડી ગયેલ આ તાલુકા પંચાયત કચેરીનું કમ્પાઉન્ડ વોલ જવાબદાર તંત્રની નજર સામે જ હોવા છતાં પણ આંખ આડા કાન કરી રહ્યું છે.નિઝર તાલુકા પંચાયત કચેરીના જર્જરિત બનેલા કમ્પાઉન્ડ વોલમા તિરાડો પડી જતા ગમે તે સમયે ધરાશય થવાની શક્યતા લાગી રહી છે. આવાનાર સમયમા કમ્પાઉન્ડ વોલનું ધરાશય થાય અને કમ્પાઉન્ડ વોલની આજુબાજુ માથી અવર-જવર કરતા લોકોઓ સાથે કોઈ દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ? તેવી ચર્ચા લોકોમા જોરશોરથી થઇ રહી છે.

દર વર્ષે નિઝર તાલુકા પંચાયત કચેરી દ્વારા તાલુકાના છેવડાના ગામડા સુધી વિવિધ યોજના અંતર્ગત કોરોડો રૂપિયાથી વિકાસના કામો કરવામાં આવતા હોય છે. પરંતુ જર્જરિત અને તિરાડો પડી ગયેલ આ તાલુકા પંચાયત કચેરીના નવો કમ્પાઉન્ડ વોલ બનાવવા માટે જવાબદાર તંત્રને ખાત મુહૂર્ત મળતો નથી.તેમ કહેવાય તો નવાઈ નહી,નિઝર તાલુકામા નાની મોટી મળીને 20 જેટલી ગ્રામ પંચાયતોનું સમાવેશ થાય છે.જેમા 50 થી વધુ ગામો આવેલા છે.

જે ગામોમા નિઝર તાલુકા પંચાયત કચેરી દ્વારા સરકારની વિવિધ યોજના અંતર્ગત કોરોડો રૂપિયાના વિકાસના કામો કરવામાં આવતા હોય છે.પણ તાલુકા પંચાયત કચેરીનું જર્જરિત અને તિરાડો પડેલા કમ્પાઉન્ડ વોલ તોડીને આજ દિન સુધી નવો કમ્પાઉન્ડ વોલ બનવાવા આવેલ નથી.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top