કોંગ્રેસે હોબાળા કરવાનો ગાળો આપવાનો કોન્ટ્રાક્ટ આઉટ સોર્સિગ કરી બીજી પાર્ટીને આપ્યો – પીએમ મોદી

News 16
0
દેશને વોકલ ફોર લોકલની અને આત્મનિર્ભર ની દીશા આપનાર દેશના યશસ્વી વડાપ્રઘાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે ગુજરાત પ્રવાસના ત્રીજા દિવસે આજરોજ સૌરાષ્ટ્રના જામકંડોરણામાં વિરાટ જાહેરસભાના સંબોધી. આ કાર્યક્રમમાં રાજયના મ્રુદુ અને મકક્મ મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલ અને નવસારીના સાંસદ અને પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલ સાહેબે ગુજરાતની જનતા જનાર્દન વતી વડાપ્રઘાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબને ચાંદીનો રથ ભેટમાં આપી ઉષ્મા ભર્યુ સ્વાગત કર્યુ


પ્રઘાનસેવકશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે સંબોધનનાી વિગત
આજે છાપમાં વાંચ્યું કે હું પહેલો વડાપ્રઘાન છું કે જે જામકંડોરણા આવ્યો છું. મારે છાશ વારે એવા કામ કરવાના આવે છે જે પહેલી વાર કરવાના હોય, પહેલા કોઇએ કર્યા નથી. આજે દેશના બે મહાન પુરુષોની જંયતી છે અને જેમણે ખાલી દેશની રાજનીતી બદલી એમ નહી દેશની યુવા પેઢીમાં વિશ્વાસનો સંચાર કર્યો એવા શ્રી જયપ્રકાશ નારાયણ અને શ્રી નાનાજી દેશમુખ . આ બંને મહાપુરુષોને ભારત રત્નથી સન્માનિત કરવામાં આવ્યા છે. આ બંને મહાપુરુષોના જીવન યુવા પેઢીને ઘણી પ્રેરણા આપે છે.

ગુજરાતની આશા,અપેક્ષાને ભાજપની સરકારે હમેંશા આદેશ માન્યો
સરકારના વડા તરીકે ગુજરાત અને દિલ્હીમાં કામ કર્યુ તેના 21 વર્ષ પુરા થયા તેની શરૂઆત રાજકોટની ઘરતીથી થઇ હતી રાજકોટે આશિર્વાદ આપ્યા હતા. આ ભૂમિ આપણા જલારામ બાપુ, ખોડિયાર માતાજીની છે. મહિનાઓ વિતી ગયા વર્ષો વિતી ગયા પરંતુ ગુજરાતમાં વિકાસના કાર્યોનું આયોજન સતત નવી ઉંચાઇ પ્રાપ્ત કરી રહ્યુ છે તેની પાછળ માત્ર સરકાર નહી જનતાની મહેનતને કારણે શક્ય બન્યું છે. ભાજપ પર અતૂટ વિશ્વાસ રાખ્યો છે તેના માટે કચ્છ,કાઢીયાવાડ અને રાજકોટની ઘરતીને નમન કરુ છું. ગુજરાતની આશા,અપેક્ષાને ભાજપની સરકારે હમેંશા આદેશ માન્યો છે અને આદેશ માટે જાત ખપાવી દેવાનો અમારો પ્રયત્ન છે. આજે ગુજરાતની ઓળખ દેશ અને દુનિયામાં પ્રસ્થાપિત કરી છે.

કોંગ્રેસ વાળા મિત્રોને પુછજો કે સરદાર સાહેબના સ્ટેચ્યુ જોવા ગયા કે નહી.?
પહેલા રોજગાર માટે વલખા મારતુ હતું ગુજરાત, આજની સરકારે પરિસ્થિતિ બદલી અભાવનો પ્રભાવ ન પડે તે માટે પ્રયાસ કર્યો. ખેડૂત ભાઇઓ વરસાદ મોડો આવે કે ઓછો પડે તો તેમની આખી મહેનત પાણીમાં જતી. વાર તહેવારે ગુજરાતમાં લોહીની નદીઓ વહેતી,હુલડોની ભરમાર રહેતી. પહેલા ગુજરાતના લોકો ભય અને આંતકના વાતાવરણમાં જીવતા. આજે કોરોના કાળના બે વર્ષ પછી નવરાત્રીમાં દાંડીયાની રમઝટ ગુજરતીઓએ બોલાવી છે. પહેલા ટુરિઝમમાં એક સમય એવો હતો કે ગુજરાતીઓ બહાર જાય પરંતુ હવે ચક્ર બદલાયું દુનિયા ગુજરાતની ટુરીસ્ટ બને છે. સરદાર સાહેબનું ભવ્ય સ્મારક સ્ટેચ્યુ ઓફ યુનીટી લોકો જોવા આવે છે પરંતુ એક જમાત નથી જતી. કોંગ્રેસ વાળા મિત્રોને પુછજો કે સરદાર સાહેબના સ્ટેચ્યુ જોવા ગયા કે નહી.? ગુજરાતના સપુતનું સન્માન કરવાનું સામર્થ્ય ન હોય તેવા લોકોની સ્વીકૃતિ ગુજરાતની ઘરતી પર ન હોઇ શકે.

20 વર્ષમાં હિસાબ
આજે કોઇ પણ સેકટરમાં આકડાથી સમજી શકો કે આપણા ગુજરાતમાં વિકાસ કેટલો થયો છે. ગુજરાત આજે ક્ષિક્ષણનું હબ બન્યુ છે. અન્ય રાજયોના વિદ્યાર્થીઓ હવે ભણવા માટે ગુજરાતની પસંદગી કરે છે. 20 વર્ષ પહેલા ગુજરાતમાં 26 એન્જિનયરિંગની કોલેજો હતી અને આજે 130 એન્જિનયરિંગ કોલેજ છે. 20 વર્ષ પહેલા ગુજરાતમાં 9 M.C.A કોલેજ હતી આજે 65 કોલેજો છે. 20 વર્ષ પહેલા ગુજરાતમાં 300 ITI હતી આજે 600 છે. 20 વર્ષ પહેલા માત્ર 30 M.B.A કોલેજ હતી આજે 100 કોલેજો છે. 20 વર્ષ પહેલા 13 ફાર્મસી કોલેજો હતી આજે 75 કોલેજો છે. 20 વર્ષ પહેલા 21 યુનિવર્સિટી હતી આજે 100 યુનિવર્સિટી. 20 વર્ષ પહેલા 800 કોલેજો હતી આજે 3 હજાર કોલેજો છે. 20 વર્ષ પહેલા 11 મેડિકલ કોલેજો હતી આજે 36 મેડિકલ કોલેજ છે. હવે માતૃભાષામાં એન્જિયરિંગ શરૂ કરાવ્યુ. 20 વર્ષની મહેનતને કારણે ગુજરાતના યુવાનોનું ભવિષ્ય વિસ્તાર પામ્યુ છે. ગુજરાતના વિદ્યાર્થીઓ આજે દેશમા નહી દુનિયામાં પણ નામના મેળવી રહ્યા છે.

આજે ગુજરાતને આધુનિક અને મલ્ટીમોડલ ઇન્ફાસ્ટ્રકચરનો લાભ મળી રહ્યો છે. આજે ગુજરાતની ઓળખ ફોર લેન, સીકસ લેન, આઠ લેન નો હાઇવેની ઓળબ બન્યું છે. અમારા રાજકોટ,મોરબી,જામનગરના ભાઇઓ નાના કારખાના ચલાવવાનું શરૂ કરો આજે તમે ગાડીઓના સ્પેર પાર્ટ બનાવો છો એ દિવસ દુર નહી હોય તમારી પાસે વિમાનના સ્પેરપાર્ટ બનાવવાનો ઓર્ડર આવે. છેલ્લા 20 વર્ષમાં ગુજરાતે સુશાસન પર ધ્યાન આપ્યું છે. કાયદો અને વ્યવસ્થા પર ધ્યાન આપ્યું. પહેલા ગુજરાતમા છાશ વારે કરફ્યુ થતા. બેટ દ્વારાકામાં ગત દિવસોમાં ગેરકાયદે દબાણ સરકારે દુર કર્યુ આજે ભાજપના સમર્થકો અંહી મોટી સંખ્યામાં છે ત્યારે હું તમને ચેતવું છું કે હું દિલ્હી બેઠો છું એટલે બધુ દેખાય છે કે દિલ્હીથી ગુજરાતમાટે કેવા ખેલ થઇ રહ્યા છે. જે લોકોને ગુજરાતે નકારી દીધા તે લોકો ગુજરાતના અહિત માટે એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે. 20 વર્ષ મને પણ હેરાન કરવામાં કશું બાકી રાખ્યુ ન હતું. ગુજરાતને બદનામ કરવામાં બાકી રાખ્યુ ન હતું. સોનાની જેમ ગુજરાત તપીને બહાર નીકળ્યુ છે. ચૂંટણી સમયે મારા માટે એવા અપ શબ્દો વપરાય જેમાં મોત ના સોદાગર થી લઇ કશુ બાકી ન રાખ્યુ તે સમયે ગુજરાતે દાત કચ કચાવીને મતદાન કરીને જવાબ આપ્યો તો પણ સુઘરતા નોહતા આ વખતે નવી ચાલ ચાલી રહ્યા છે તે સમજી લેજો. આ વખતે કોંગ્રેસ કોઇ સભા નથી કરતી, કોઇ પ્રેસ નથી કરતી. હવે કોંગ્રેસ મારા પર અપશબ્દો નથી બોલતી કારણ કે કોંગ્રેસ નવી ચાલ રમી રહ્યુ છે. કોંગ્રેસ હવે ચુપ ચાપ ગામડે ગામડે ખાટલા બેઠક કરી રહી છે. હોબાળા કરવાનો ગાળો આપવાનો કોન્ટ્રાક્ટ આઉટ સોર્સિગ કરી બીજી પાર્ટીને આપ્યો છે. ગુજરાતની જનતા ગુજરાત વિરોઘીઓનો ખેલ પરાસ્ત કરશે તેવો મને વિશ્વાસ છે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top