સુરત જિલ્લાની વિધાનસભા બેઠક માટે સુરત જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે સેન્સ લેવાની પ્રક્રિયા પૂર્ણ

News 16
0
સુરત જિલ્લાની છ પેકી 5 બેઠકો સરેરાશ 30 જેટલા દાવેદારો હતા. જ્યારે એક માંગરોળ બેઠક કે જે આદિવાસી નેતા અને પૂર્વ કેબિનેટ મંત્રી ગણપત વસાવા સામે કોઈ દાવેદારી થઈના હતી.




સુરત જિલ્લાની વિધાનસભા બેઠક માટે સુરત જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે સેન્સ લેવાની પ્રક્રિયા પૂર્ણ થઈ હતી. સુરત જિલ્લાની છ પેકી 5 બેઠકો સરેરાશ 30 જેટલા દાવેદારો હતા. જ્યારે એક માંગરોળ બેઠક કે જે આદિવાસી નેતા અને પૂર્વ કેબિનેટ મંત્રી ગણપત વસાવા સામે કોઈ દાવેદારી થઈના હતી. માત્ર ગણપત વસાવાની જ દાવેદારી આવી હતી.

રાજ્યમાં વિધાનસભા ચૂંટણી માટે વિવિધ બેઠકો ઉપર સેન્સ લેવાની પ્રક્રિયા હાથ ધરાઈ છે. ત્યારે આજથી બે દિવસ માટે સુરત જિલ્લા 6 બેઠકો ઉપર બે દિવસથી સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જે પ્રક્રિયા આજે પૂર્ણ થઈ હતી. સુરત જિલ્લાની બારડોલી, કામરેજ અને મહુવા, માંડવી, માંગરોળ, ઓલપાડ બેઠક પર સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. સેન્સપ્રક્રિયામાં રાજ્ય સરકારના મંત્રી જગદીશ પંચાલ, પ્રદેશના સહ પ્રવક્તા ભરત ડાંગર અને સાંસદ ગીતા રાઠવા હાજર રહ્યા છે. અને ત્રણ નિરીક્ષકોની પેનલ દ્વારા ઈચ્છુક દાવેદારો અને કાર્યકર્તાઓને સાંભળવામાં આવી રહ્યા છે.

બારડોલી ધુલિયા ચોકડી સ્થિત સુરત જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે પ્રક્રિયા કરાઈ હતી. બારડોલી બેઠક પર પૂર્વ કેબિનેટ મંત્રી ઈશ્વર પરમાર સાથે 27 દાવેદારો, મહુવામાં 26, કામરેજમાં 35, કોંગ્રેસનો ગઢ ગણાતા માંડવી બેઠક પર 15, ઓલપાડ બેઠક પર મંત્રી મુકેશ પટેલ સાથે 15 લોકોએ દાવેદારી કરી હતી. જ્યારે માંગરોળ બેઠક પર આદિવાસી નેતા અને પૂર્વ કેબિનેટ મંત્રી ગણપત વસાવા એજ દાવેદારી કરી હતી અન્ય કોઈ દાવેદારી થઈ ના હતી. આમ સુરત જિલ્લાની 6 બેઠક માટે કુલ 115 ઈચ્છુક દાવેદારોએ ટીકીટ માંગી હતી. કાર્યકરો અને સંગઠનની સેંન્સ બાદ ત્રણેય નિરીક્ષકો પ્રદેશને વિસ્તૃત એહવાલ રજુ કરનાર છે. અને બાદમા જ ઉમેદવારો અંગે અંતિમ મહોર લાગી શકે છે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top