સમગ્ર ભારતમાં દિવાળીનો તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. તે પ્રકાશ અને ખુશીનો તહેવાર છે. પ્રકાશનો તહેવાર દિવાળી 5 દિવસ સુધી ઉજવવામાં આવે છે. દિવાળીનો તહેવાર દર વર્ષે આસો વદ અમાસના દિવસે ઉજવવામાં આવે છે. આ વર્ષે પ્રકાશનો આ તહેવાર 24 ઓક્ટોબર 2022, સોમવારના રોજ છે. સુખ અને સમૃદ્ધિના પ્રતિક એવા દિવાળીના આ તહેવાર પર દેવી લક્ષ્મીની સાથે ભગવાન ગણેશની પણ વિધિવત પૂજા કરવામાં આવે છે.
આ જિલ્લામાં બે કલાક જ ફોડી શકાશે ફટાકડા
દિવાળી પર લોકો ફટાકડા ફોડીને આતશબાજી કરતાં હોય છે. આ દરમિયાન મોરબી જિલ્લામાં ફટાકડાં મુદ્દે કલેકટર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. કલેકટર જી.ટી.પંડ્યાએ બહાર પાડેલા જાહેરનામા મુજબ, રાત્રે 8 થી 10 કલાક એમ બે કલાક સુધી જ ફટાકડા ફોડી શકાશે. નુતન વર્ષના દિવસે રાત્રે 11.55 કલાકથી ૦૦.30 કલાક સુધી જ ફટાકડા ફોડી શકાશે. ચાઇનીઝ તુક્કલ/આતશબાજી બલુનનું ઉત્પાદન તથા વેચાણ પણ કરી શકાશે નહીં.



.png)