Gujarat Monsoon: રાજ્યમાં આવશે ચોમાસોનો વધુ એક રાઉન્ડ, આ વિસ્તારોને ધમરોળશે મેઘરાજા

News 16
0
ગુજરાતમાં ચોમાસાનો વધુ એક રાઉન્ડ આવશે. બંગાળની ખાડીમાં હવાનું દબાણ સર્જાતાં દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં ભારેથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.




આ વિસ્તારોમાં વરસાદની છે આગાહી

  1. હવામાન વિભાગના અનુમાન અનુસાર 8 સપ્ટેમ્બરે અરવલ્લી-મહીસાગર-દાહોદ-પંચમહાલ-અમરેલી-ગીર સોમનાથ-ભાવનગર-બોટાદમાં મધ્યમ વરસાદ પડી શકે છે.\
  2. 9 સપ્ટેમ્બરે તાપી-નવસારી-વલસાડ-ડાંગમાં ભારે-અમદાવાદ-આણંદ-અરવલ્લી-દાહોદ-ખેડા-મહીસાગર-પંચમહાલ-અમરેલી-ભાવનગર-બોટાદ-ગીર સોમનાથ-જુનાગઢ-રાજકોટ-સુરેન્દ્રનગરમાં મધ્યમ વરસાદ પડી શકે છે.
  3. 10 સપ્ટેમ્બરે નર્મદા-તાપી-નવસારી-ડાંગમાં ભારે અને અમદાવાદ-આણંદ-અરવલ્લી-દાહોદ-ખેડા-મહીસાગર-પંચમહાલ-ભાવનગર-બોટાદ-અમરેલી-ગીર સોમનાથ-પોરબંદર-જુનાગઢ-રાજકોટ-સુરેન્દ્રનગરમાં મધ્યમ વરસાદ પડી શકે છે.
  4. હવામાન અંગે આગાહી કરતી ખાનગી સંસ્થાના મતે અમદાવાદમાં આગામી 11 સપ્ટેમ્બર સુધી વરસાદની સંભાવના છે. 11 સપ્ટેમ્બરના છૂટાછવાયા ઝાપટાં પડી શકે છે.

આજે ક્યાં ક્યાં છે વરસાદી માહોલ


  1. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, તાપી જિલ્લાના કેટલાક વિસ્તારમાં વરસાદી માહોલ છવાયો છે. વ્યારા શહેરમાં ઝરમર ઝરમર વરસાદ પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. વ્યારા, વાલોડ, ડોલવણ સહિતના કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ છે.
  2. મહીસાગર જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે. વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ સર્જાયું છે. આકાશમાં કાળા ડિંબાગ વાદળો ઘેરાયા છે. વાતાવરણમાં પલટો આવતાં વાતાવરણમાં થડક પ્રસરી છે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top