સુરત સચિન જીઆઇડીસીમાં આવેલી અનુપમ રાસાયણ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં આગ લાગી હતી. મોડી રાતે એકાએક કંપનીના વિસલમાંથી કેમિકલ થતા આગ લાગી હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે. ઘટનામાં એક કામદારનું મોત થયું હોવાનું જાણવા મળી રહ્યું છે. 5થી વધુ લોકોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે.
કેમિકલ બનાવતી ફેક્ટરીમાં
સુરતના સચિન જીઆઇડીસી માં અને કેમિકલ બનાવતી કંપનીઓ કાર્યરત છે. અનુપમ રાસાયણ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં એકાએક આગમાં લાગતા અફરાતફરી જોવા મળી હતી. કંપનીમાં કામદારો કામ કરી રહ્યા હતા તે સમયે જ આગ લાગી હતી. આજ જો જોતામાં ખૂબ જ પ્રસરી ગઈ હતી. ફાયર વિભાગની જાણ થતા 30થી વધુ ફાયરની ગાડીઓ ઘટના સ્થળ ઉપર આગ ઉપર કાબુ મેળવવા પહોંચી હતી 4 થી 5 કલાકની જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવાયો હતો.
કેમિકલ હોવાથી આગ ઝડપથી પ્રસરી
અનુપમ રસાયણ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં મોટા પ્રમાણમાં કેમિકલ નો જથ્થો હોવાને કારણે આગ ખૂબ ઝડપથી પ્રસરી હતી. જવલંતશીલ કેમિકલ નો ઉપયોગ થતો હોવાને કારણે આગ ઉપર કાબુ મેળવવો પણ મુશ્કેલ હતો. ફેક્ટરીમાં કેમિકલ ના ડ્રમ ભરેલા હોવાથી આગે જો જતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. ધડાકાભેર ડ્રમ ફાટવાના આવવાથી ભયનો માહોલ ઉભો થયો હતો.
ઈજાગ્રસ્તને સારવાર માટે ખસેડાયા
સમગ્ર ઘટનામાં એક કામદારનો મોત થયા હોવાનું જાણવા મળ્યું છે. પાંચ જેટલા કામદારોને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે તો અન્ય કામદારોને ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. અન્ય કામદારની સ્થિતિ પણ ગંભીર હોવાને કારણે મૃત્યુ આંક વધી શકે તેવી શક્યતાઓ વર્તાઈ રહી છે.


.png)