ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે પ્રચાર કરી રહેલા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આજે અમદાવાદમાં છે. તેઓ ઓટો રિક્ષામાં બેસી ઓટો ચાલકના ઘરે જમવા જઈ રહ્યા હતા આ દરમિયાન ગુજરાત પોલીસ દ્વારા તેમને રોકવામાં આવ્યા હતા. દિલ્હીના મુખ્યમંત્રી અને પોલીસ વચ્ચે સામાન્ય બોલાચાલી થઈ હતી. અંતે પોલીસે કેજરીવાલને રિક્ષામાં જવા દિધા હતા. અરવિંદ કેજરીવાલ અમદાવાદની એક હોટેલથી ઓટો રિક્ષાચાલકના ઘરે ભોજન કરવા જવાના હતા. ઉલ્લેખનીય છે કે, ઓટો રિક્ષા ચાલકે તેને આમંત્રણ આપ્યું હતું. તેથી કેજરીવાલ તેમના ઘરે જવા રિક્ષામાં બેસતા હતા ત્યારે ગુજરાત પોલીસે તેમને રોક્યા હતા. પોલીસે સુરક્ષાના કારણો સામે રાખતા દિલ્હીના મુખ્યમંત્રીને ઓટોરિક્ષામાં બેસવા નહોતા દીધા બાદમાં પોલીસે તેમને રિક્ષામાં જવાની મંજૂરી આપી હતી.
અમદાવાદમાં ઓટો રિક્ષા સંવાદ કાર્યક્રમમાં એક રિક્ષાચાલકે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને ઘરે જમવા માટે આમંત્રણ આપ્યું હતું. અરવિંદ કેજરીવાલે તેમનું આમંત્રણ સ્વીકાર્યું હતું અને સાથે ગોપાલ ઇટાલિયા અને ઇશુદાન ગઢવી પણ જમવા આવશે તેવું જણાવ્યું હતું. ત્યારે અરવિંદ કેજરીવાલ સિંધુભવન રોડ પર આવેલી હોટેલ તાજ સ્કાયલાઇનથી ઘાટલોડિયાના કે.કે. નગરમાં રહેતા ઓટો રિક્ષા ચાલક વિક્રમભાઈ દંતાણીના ઘરે તેમની જ રિક્ષામાં બેસીને જમવા ગયા હતા.



.png)