પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને દાવો કર્યો હતો કે જર્મન કાર નિર્માતા કંપની BMW પંજાબમાં ઓટો પાર્ટ્સ મેન્યુફેક્ચરિંગ યુનિટ સ્થાપવા માટે સંમત થઈ છે. માનની જાહેરાત થતાં જ આ સમાચાર જંગલમાં આગ ની જેમ ફેલાઈ ગયા. દરેક ચેનલો, અખબારોમાં BMW પંજાબમાં કરશે રોકાણ જેવી મોટી મોટી હેડલાઈન સાથે સમાચાર ચાલી રહ્યા હતા. આ અંગે ચર્ચાઓ ચાલી હતી અને આમ આદમી પાર્ટીના નેતાઓ ભગવંત માનની પીઠ થાબડતા થાકતા નહોતા. જોકે ભગવંત માનના મોટા દાવાઓ ખોટા સાબિત થયા છે.
કારણકે BMW કંપનીએ એવોBMW પંજાબમાં કરશે રોકાણ ખુલાસો કર્યો કે પંજાબની આમ આદમી પાર્ટી અને પાર્ટીના મુખ્યમંત્રી બંન્નેના પગ તળેથી જાણે જમીન સરકી ગઈ, BMW કંપનીના ભારતીય આયામે છેલ્લા કેટલાક કલાકોથી ચાલી પંજાબ પ્લાન્ટ મામલે ચાલી રહેલા સમાચારોનું ખંડન કરતા એક ઓફિસિયલ નિવેદન બહાર પાડયું હતું, આ નિવેદન બહાર આવતાની સાથેજ પંજાબ સરકારના ઇન્વેસ્ટમેન્ટના ફુગ્ગામાંથી હવા નીકળી ગઈ હતી.
કંપનીએ પંજાબમાં રોકાણ કેરવા બાબતે આ પત્રમાં લખ્યું છે કે,”ગુરુગ્રામ. BMW, MINI અને Motorrad સાથે, BMW ગ્રૂપની નજર ભારતીય ઓટોમોબાઈલ માર્કેટના પ્રીમિયમ ક્ષેત્ર પર નિશ્ચિતપણે છે. કાર અને મોટરસાયકલની સાથે, ભારતમાં BMW ગ્રુપની પ્રવૃત્તિઓમાં તેના પ્રીમિયમ ગ્રાહકો માટે નાણાકીય સેવાઓનો સમાવેશ થાય છે. BMW India અને BMW India Financial Services BMW ગ્રુપની 100% પેટાકંપનીઓ છે અને તેનું મુખ્ય મથક ગુડગાંવ (નેશનલ કેપિટલ રિજન)માં છે.
પત્રમાં આગળ લખવામાં આવ્યું છે કે “BMW ગ્રુપ તેના ચેન્નાઈમાં ઉત્પાદન પ્લાન્ટ, પુણેમાં પાર્ટસ વેરહાઉસ, ગુડગાંવ એનસીઆરમાં એક તાલીમ કેન્દ્ર અને દેશના મુખ્ય મહાનગરોમાં સુવિકસિત ડીલર નેટવર્ક સાથે તેની ભારતીય કામગીરી માટે નિશ્ચિતપણે પ્રતિબદ્ધ છે.”



.png)