ચૂંટણી છે ભાઇ ચૂંટણી: સાંસદે પોતાના હાથે શાળાનું ટોઇલેટ સાફ કર્યું

0
રીવાના ભાજપના સાંસદ જનાર્દન મિશ્રાનો હાલ એક વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. જેમાં તેઓ હાથથી ટોઇલેટ સાફ કરી રહ્યા છે. સાંસદ પોતાના મતક્ષેત્ર રીવાના ખટકરી ખાતે આવેલી એક કન્યા શાળાની મુલાકાતે પહોંચ્યા હતા. અહીં તેઓએ વૃક્ષારોપણ સહિતના કાર્યક્રમોમાં હાજરી આપી હતી. જો કે જ્યારે પરીક્ષણ દરમિયાન તેઓ ટોઇલેટમાં પહોંચ્યા તો તે ખુબ જ ગંદી હાલતમાં હતું. જેથી સાંસદે સાવરણા અને ટોઇલેટ ક્લિનર જેવી વસ્તું માંગી હતી. જો કે આ કોઇ વસ્તુ હાજર નહી હોવાથી સાંસદે પોતે જ પોતાના હાથથી આ ટોઇલેટ સાફ કરવા લાગ્યા હતા. આ કામ તેઓ કરી રહ્યા હતા ત્યારે પટાવાળાઓ પણ ત્યાં હાજર હતા.



સાફ સફાઇ મુદ્દે સાંસદ અનેક વાર ચર્ચામાં આવી ચુક્યા છે
ટોઇલેટ સાફ કર્યા બાદ જનાર્દન મિશ્રાએ PM મોદી, રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા, સીએમ શિવરાજ સિંહ ચૌહાણ, સાંસદ ભાજપ અધ્યક્ષ વીડી શર્મા અને હિતાનંદ શર્માને ટેગ કરીને આ વીડિયો ટ્વિટ કર્યો હતો. હાલ તો સોશિયલ મીડિયા પર આ વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, રીવાના સાંસદ સાફ સફાઇ મુદ્દે તો ચર્ચામાં રહે જ છે પરંતુ સાથે સાથે વિવાદિત નિવેદનોના કારણે પણ ચર્ચામાં રહેતા હોય છે.

મિશ્રા સ્વચ્છતા બાબતે પીએમ મોદીને પોતાના આદર્શ માને છે
સરપંચમાંથી સાંસદ બનેલા મિશ્રા પોતે ખુબ જ જમીની નેતા માનવામાં આવે છે. તેઓ અનેક વાર ટોઇલેટની સફાઇથી માંડીને જાતે કચરો સાફ કરવા સુધીના વીડિયો શેર કરી ચુક્યાં છે. આ અંગે તેમણે પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે, સ્વચ્છતા બાબતે પીએમ મોદીને આદર્શ માનુ છું. સાફ સફાઇ તો કરવી જ પડે. પહેલી ફરજ સ્થાનિકોની છે ત્યાર બાદ સ્થાનિક તંત્રની પણ છે. જ્યારે આ તમામ નિષ્ફળ રહે તેવામાં પછી નેતાઓએ આ ફરજ નિભાવવી પડે છે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top