AAPના વધુ એક ઉમેદવાર વિવાદમાં, વેજલપુરના ઉમેદવારની હુક્કા-દારૂ પાર્ટીની તસવીરો વાઈરલ

0
આમ આદમી પાર્ટીએ ગઈકાલે જ વિધાનસભાની ચૂંટણી માટે પોતાના ઉમેદવારોની ત્રીજી યાદી જાહેર કરી હતી. નવા ‘મૂરતિયા’ઓની યાદી જાહેર કર્યાના 24 કલાકમાં જ વેજલપુર બેઠકના ઉમેદવાર કલ્પેશ પટેલ વિવાદોમાં સપડાયા છે. AAPના ઉમેદવારનો દારૂ-હુક્કા પાર્ટીના ફોટો અને વીડિયો હાલમાં સામે આવ્યા છે.


કલ્પેશ પટેલની દારૂ પાર્ટીની તસવીરો સામે આવી
ગુજરાત ભાજપના સ્ટેટ-મીડિયા કો-હેડ ઝુબિન આસરાએ AAPના ઉમેદવાર કલ્પેશ પટેલના કેટલાક ફોટો પોસ્ટ કર્યા છે. જેમાં તેઓ દારૂ અને હુક્કાની મહેફિલ માણતા સાથે જોવા મળી રહ્યા છે. આ સાથે ઝુબિન આસરાએ ટ્વીટમાં લખ્યું છે કે, ગાંધીના ગુજરાતમાં એક વધુ દારૂડિયાને ટિકિટ. આ સાથે જ તેમણે ઈસુદાન ગઢવીનો પણ ઉલ્લેખ કરી તેમના પર પ્રહાર કર્યા છે અને અરવિંદ કેજરીવાલને સવાલ પૂછ્યો છે કે ગાંધીના ગુજરાતમાંથી દારૂ પરથી પ્રતિબંધ હટાવવો છે કે શું?

કલ્પેશ પટેલ કોંગ્રેસમાંથી AAPમાં આવ્યા હતા
કલ્પેશ પટેલ પહેલા કોંગ્રેસ પાર્ટી સાથે જોડાયેલા હતા. જોકે બાદમાં તેમણે કોંગ્રેસ સાથે છેડો ફાડી નાખ્યો હતો અને આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. એવામાં આ ફોટો તેમના કોંગ્રેસના જ કોઈ જૂના સાથી દ્વારા વાઈરલ કરાયા હોય તેવી પણ આશંકા સેવાઈ રહી છે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top