શિક્ષણ વિભાગમાં આવશે બંપર ભરતી, જીતુ વાઘાણીએ કહ્યું - '5360 જગ્યાઓ ભરવામાં આવશે'

News 16
0
રાજ્યના શિક્ષણ મંત્રી અને સરકારના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ આજે ગાંધીનગર ખાતે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. આ પ્રેસ કોન્ફરન્સમાં જીતુ વાઘાણીએ શિક્ષણ વિભાગમાં નવી ભરતીને લઈને જાહેરાત કરી છે. જે મુજબ શિક્ષણ વિભાગમાં 5360 નવી જગ્યાઓ ભરવામાં આવશે. ટેટની ત્રણ વર્ષથી પરીક્ષા લેવાઈ નથી તે પરીક્ષા પણ આગામી સમયમાં લેવામાં આવશે.


વિદ્યા સહાયકોની ભરતી કરાશે

વિદ્યા સહાયકો માટે રાજ્ય સરકારે કર્યો મહત્વનો નિર્ણય કર્યો છે. જિલ્લા ફેર બદલી કરીને 2600 જગ્યાઓ પર વિદ્યા સહાયકોની ભરતી કરાશે. બાકી રહેલી જગ્યા પર ચાલુ મહિનાના અંત સુધીમાં જ પરીક્ષા પ્રક્રિયા હાથ ધરી દેવાશે. 77953 જિલ્લા ફેરની અરજીઓ હાલ પેન્ડિગ છે જેની કામગીરી ટૂંક સમયમાં શરુ કરવામાં આવશે. આ સાથે રાજ્યમાં ટેટ-1ની પરીક્ષા છેલ્લે વર્ષ 2018માં અને ટેટ-2ની પરીક્ષા 2017માં લેવાઈ હતી. પાછલા ચાર-પાંચ વર્ષમાં ટેટની પરીક્ષા લેવાઈ ન હોવાથી ઉમેદવારોની સંખ્યામાં વધારો થવાની સંભાવના છે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top