તાપી જિલ્લાને મળશે 38 કરોડના વિકાસ કામોની ભેટ

News 16
0
ગુજરાત સરકાર દ્વારા રાજ્ય કક્ષાએ તેમજ જિલ્લા કક્ષા અને પ્રાંત કક્ષાએ 12અને 13 સપ્ટેમ્બરે વિવિધ લોકાભિમુખ વિકાસ કાર્યોના લોકાર્પણ,ખાતમુહુર્તો, જેવા કાર્યક્રમોનું આયોજન હાથ ધરાયું છે. તાપી જિલ્લા કલેક્ટર એચ.કે.વઢવાણિયાના અધ્યક્ષ સ્થાને જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ પટેલ સહિત ઉચ્ચ અધિકારીઓ અને પત્રકારમિત્રો સાથે તાપી જિલ્લામાં “વિશ્વાસ થી વિકાસ યાત્રા” ના સુચારૂ આયોજન અને પ્રચર-પ્રસાર માટે કલેક્ટર ક્ચેરીના સભાખંડ ખાતે બેઠક યોજાઈ હતી.


તાપી જિલ્લા કલેક્ટરએચ.કે.વઢવાણિયાએ અધિકારી અને તથા પત્રકારોને માહિતી આપતા જણાવ્યું હતું કે, વિશ્વાસ થી વિકાસ યાત્રા ના આયોજન દરમિયાન યોજનાકીય કામગીરી માટે વિવિધ વિભાગો સાથે સંકલન કરીને ભવ્ય ઉજવણી કરવાનું થાય છે..કલ્યાણકારી યોજનાઓ અંતર્ગત સામાજીક અને આર્થિક પ્રગતિ ઉજાગર કરવામાં આવનાર છે. દરેક વિભાગ અને કચેરી દ્વારા કરવામાં આવેલ સરકારની યોજનાકીય ફલશ્રૃતિ લોકો સુધી પહોંચે તે માટે આપણે કટીબધ્ધ રહેવાનું છે.

વધુમાં માહિતી આપતા જિલ્લા કલેક્ટરે જણાવ્યું હતું કે તાપી જિલ્લામાં પ્રાંત કક્ષાનો વિશ્વાસ થી વિકાસ યાત્રા કાર્યક્રમ 12 સપ્ટેમ્બરે વ્યારા પ્રાંત- શ્યામાપ્રસાદ ટાઉનહોલ,વ્યારા ખાતે ધારા સભ્ય મોહનભાઇ ઢોડિયાના અધ્યક્ષ સ્થાને 12.39 કરોડના કુલ 746 કામોનું ઇ-લોકાર્પણ તથા રૂ.15.22 કરોડના 244 જેટલા કામોનું ઇ-ખાત મુહૂર્ત કરવામાં આવશે. આમ કુલ 27.59 કરોડ જેટલી રકમના કુલ 990 કામોનું ઇ-ખાતમુહુર્ત અને ઇ-લોકાર્પણ કરવામાં કરવામાં આવશે.

જ્યારે નિઝર પ્રાંતનો કાર્યક્રમ એપીએમ.સી.માર્કેટ ખાતે તાપી જિલ્લા પંચાયત પ્રમુખ સુરજ વસાવાના અધ્યક્ષ સ્થાને 4.25 કરોડના કુલ 259 કામોનું ઇ-લોકાર્પણ તથા રૂ.4.74 કરોડના 105 જેટલા કામોનું ઇ-ખાતમુહુર્ત આમ કુલ 8.99 કરોડ જેટલી રકમના કુલ 364 કામોનું ઇ-ખાતમુહુર્ત અને ઇ-લોકાર્પણ કરવામાં કરવામાં આવશે.

તેમજ તાપી જિલ્લામાં વિશ્વાસ થી વિકાસ યાત્રા કાર્યક્રમમાં 13 સપ્ટેમ્બરે કૃષિ,ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ ગાંધીનગર તથા પ્રભારી મંત્રી મુકેશભાઇ પટેલના અધ્યક્ષ સ્થાને રૂ. 26.93 કરોડના 17 જેટલા કામોનું ઇ-લોકાર્પણ તથા રૂ. 11.28 કરોડના 16 જેટલા કામોનુ ઇ-ખાતમુહુર્ત આમ કુલ 38.21 કરોડના કુલ 33 કામોનું ઇ-ખાતમુહુર્ત અને ઇ-લોકાર્પણ કરવામાં કરવામાં આવશે. તાપી જિલ્લા કક્ષાની આ બેઠકમાં જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ પટેલ ,જિલ્લા યુવા વિકાસ અધિકારી અમૃતા ગામીત, જિલ્લા રમત વિકાસ અધિકારી ચેતન પટેલ ઉપસ્થિત રહ્યા

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top