પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 27 મી ઓગષ્ટથી ગુજરાતની મુલાકાતે છે. આ મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રી કચ્છ જિલ્લાને અનેક પ્રકલ્પોની ભેટ ધરાવના છે. તેમાનો જ એક મહત્વનો પ્રકલ્પ એટલે, કચ્છ જેવા સુકા પ્રદેશને પાણીની સમસ્યામાંથી ઉગારતી કચ્છ - ભુજ બ્રાન્ચ કેનાલ. આ શાખા નહેરનું પ્રધાનમંત્રી 28 મી ઓગષ્ટના રોજ લોકાર્પણ કરશે. રૂપિયા 1745 કરોડના ખર્ચે નિર્માણ પામેલી આ નર્મદા નહેરની વિશેષતા અને તેનાથી થતા લાભની વાત કરીએ.
પ્રધાનમંત્રી કચ્છ-ભુજ બ્રાંચ કેનાલનું લોકાર્પણ કરશે. કચ્છના 948 ગામો અને 10 નગરોમાં પીવાનું પાણી પૂરુ પાડવાનું આયોજન કરવામાં આવ્યું છે. 182 ગામના 1 લાખ 10 હજાર હેક્ટરથી વધુ વિસ્તારને સિંચાઈનો લાભ મળશે. શાખા નહેરની કુલ લંબાઈ 357.185 કિ.મી. છે. નહેરની વહનક્ષમતા 120 ઘન મીટર પ્રતિ સેકન્ડ છે. રાપર, ભચાઉ, અંજાર ગાંધીધામ, મુન્દ્રા અને માંડવી તાલુકામાંથી પસાર થાય છે. ડિઝાઇન નિષ્ણાતો દ્વારા અત્યાધુનિક ભૂકંપપ્રૂફ કેનાલનું નિર્માણ કરાશે.
કેનાલમાંથી પણ વીજ ઉત્પાદન કરવાનું આયોજન કરવામાં આવશે. 3 ફોલ અને 3 પમ્પિંગ સ્ટેશન સાથેની અદભૂત એન્જિનિયરિંગ તકનીક જોવા મળશે. વોટર કેનાલ બેડ પાવર હાઉસથી 23 મેગાવોટથી વધુ વીજ ઉત્પાદન થશે. અભયારણ્યમાં ઘુડખર કેનાલ પાર કરી શકે તે માટે ખાસ રસ્તાનું નિર્માણ કરાશે. ઘુડખરની સુરક્ષા માટે કેનાલની બંને બાજુ બેરીકેડીંગ-ફેન્સીંગ કરવામાં આવશે. કેનાલના પાણીથી ખાસ કચ્છ જિલ્લાના ખેડૂતોને લાભ થશે.
અંજારમાં વીર બાળક સ્મારકનું કરશે લોકાર્પણ
26 જાન્યુઆરી 2001 માં આવેલા ભૂકંપના લીધે કચ્છના અંજાર શહેરમાં શાળાના 185 બાળકો અને 20 શિક્ષકો એક રેલીમાં જઇ રહ્યા હતાં. ત્યારે આસપાસની ઇમારતોના કાટમાળ નીચે દટાઇ જવાથી મૃત્યુ પામ્યા હતાં. આ ઘટનાની કરૂણતાની નોંધ સમગ્ર વિશ્વમાં છવાઇ હતી. તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ, આ બાળકોની સ્મૃતિમાં આ સ્મારક બનાવવાની જાહેરાત કરી હતી.


.png)