લાલ કિલ્લા પરથી PM મોદીએ પરિવારવાદ અને ભ્રષ્ટાચાર પર કર્યો પ્રહાર, કહ્યુ- ભાઇ-ભત્રીજાવાદ દેશ માટે ઘાતક

News 16
0
અગાઉની સરકારોમાં દેશને લૂંટીને ભાગી ગયાઃ પીએમ મોદી
ભ્રષ્ટાચાર પર વાત કરતા પીએમ મોદીએ કહ્યું કે જે લોકો અગાઉની સરકારોમાં દેશને લૂંટીને ભાગી ગયા હતા તેમની મિલકતો જપ્ત કરીને પરત લાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. અમારો પ્રયાસ છે કે જેમણે દેશને લૂંટ્યો છે તે પરત આવે, અમે તે સ્થિતિ સર્જી રહ્યા છીએ. અમે ભ્રષ્ટાચાર સામેના નિર્ણાયક સમયગાળામાં પ્રવેશી રહ્યા છીએ.




આપણે મહિલાઓને નારાયણી કહીએ છીએઃ પીએમ મોદી
પીએમ મોદીએ વધુમાં કહ્યું કે, આપણે એ લોકો છીએ જે જીવમાં શિવ જુએ છે, આપણે એ લોકો છીએ જેઓ પુરુષમાં નારાયણને જુએ છે, આપણે એ લોકો છીએ જેઓ સ્ત્રીને નારાયણી કહે છે, આપણે એ લોકો છીએ જે છોડમાં ભગવાનને જુએ છે. ..આ આપણી તાકાત છે,જ્યારે આપણે દુનિયાની સામે ગર્વ કરીશું ત્યારે દુનિયા કરશે.
દેશની દરેક ભાષા પર ગર્વ હોવો જોઈએઃ પીએમ મોદી


ભાષા પર વાત કરતા પીએમ મોદીએ કહ્યું કે, આપણે જોયું છે કે ક્યારેક આપણી પ્રતિભા ભાષાના બંધનમાં બંધાઈ જાય છે. આ ગુલામી માનસિકતાનું પરિણામ છે. આપણને આપણા દેશની દરેક ભાષા પર ગર્વ હોવો જોઈએ.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top