Gujarat Election 2022: AAP નું ફોકસ સૌરાષ્ટ્ર પર, જાણો કયા આધારે નક્કી કર્યા ચાર ઉમેદવાર

0
આમ આદમી પાર્ટીએ આજે ગુજરાત વિધાનસભા 2022 ની 10 બેઠકો પર પોતાના ઉમેદવારોની જાહેરાત કરી છે. આપ પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાએ પ્રેસ કોન્ફરન્સ કરીને ગુજરાતની 10 બેઠક પર ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. ત્યારો આમ આદમી પાર્ટી દ્વારા બહાર પાડવામાં આવેલી પ્રથમ યાદીમાં સૌરાષ્ટ્રમાંથી ચાર નામોની યાદી જાહેર કરવામાં આવી છે.




આપ દ્વારા રાજકોટ ગ્રામ્ય બેઠક પર વશરામ સાગઠિયા, રાજકોટ દક્ષિણ બેઠક પર શિવલાલ બારસિયા, સોમનાથ બેઠક પર જગમાલ વાળા અને ગારિયાધાર બેઠક પર સુધીર વાઘાણીનું નામ જાહેર કરવામાં આવ્યુ છે. આમ આદમી પાર્ટીની પ્રથમ યાદીને લઇને રાષ્ટ્રીય ઉપાધ્યાક્ષ ઇન્દ્રનીલ રાજ્યગુરૂએ આવકારી હતી. રાજ્યગુરૂએ કહ્યું હતું કે અત્યાર સુધી ભાજપ અને કોંગ્રેસ બંન્ને યાદી જાહેર કરવા એકબીજાની રાહ જોતા હતા.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top