વ્યારાના વાડીવાલા કોમ્પલેક્ષમાંથી દૂષિત પાણી રસ્તા પર આવતા મુશ્કેલી

0
પાલિકાને સ્થાનિકોએ એક મહિના અગાઉ મુશ્કેલી બાબતે રજૂઆત કરી હતી



વ્યારા નગરપાલિકા દ્વારા કાનપુરાનાં શાકભાજી માર્કેટ વિસ્તારમાં આવેલા વાડીવાલા કોમ્પ્લેક્સના બ્લોક નંબર એના એપાર્ટમેન્ટમાં છેલ્લા ત્રણ મહિનાથી પાણી લીકેજની સમસ્યા વધી જતા ગટર અને ખડકુવાનું પાણી જાહેર રોડ પર આવી જતા આ વિસ્તારના સ્થાનિકોમાં ભારે મુશ્કેલી પડી રહી છે. નગરપાલિકામાં લેખિતમાં એક મહિનો પહેલા અરજી કરવા છતાં પાલિકા દ્વારા યોગ્ય નિરાકરણ ન કરતા આ વિસ્તારના લોકોનો આરોગ્ય સામે જોખમ ઊભું થઈ રહ્યું છે. ત્યારે નગરપાલિકા દ્વારા આ બાબતે યોગ્ય પગલા ભરે એવી સ્થાનિકોની માગ ઉઠવા પામી છે.

વ્યારા નગરપાલિકા દ્વારા લેખિતમાં રજૂઆત કરવા છતાં પણ યોગ્ય નિરાકરણ ન આવતા લોકોમાં મુશ્કેલીઓ ઊભી થઈ રહી છે. 20.7.2022 ના રોજ વ્યારા નગરના વાડીવાલા કોમ્પ્લેક્સમાં દુકાનદારો દ્વારા જાહેર રસ્તા પર ખડકુવાના દૂષિત પાણી ગંદકી અને દુર્ગંધ ફેલાઈ રહી હોવાની નગરપાલિકામાં લેખિત ફરિયાદ કરવામાં આવી હતી.

જેમાં જણાવ્યા મુજબ વ્યારા નગરના કાનપુરા ખાતે આવેલા શાકભાજી માર્કેટમાં વાડીવાલા કોમ્પલેક્ષ એ આવેલું છે. જ્યા દિવસ દરમિયાન હજારો લોકો પસાર થાય છે. આ વિસ્તારમાં એપાર્ટમેન્ટ પાસે જાહેર રસ્તા પર ગટર અને ખાડકુવાનું પાણી છેલ્લા ત્રણ મહિનાથી લીકેજ થાય છે અને આ ગંદકી વાળું પાણી રસ્તા પર આવી જતા જેને લઈને સ્થાનિક દુકાનદારો રહેઠાણ ધારકો અને આ વિસ્તારમાં અવાર-જવર કરતા લોકોના આરોગ્ય સામે જોખમ ઊભું થયું છે. નગરપાલિકા દ્વારા આ બાબતે વાડીવાલા કોમ્પ્લેક્સમાં મુલાકાત કરી સ્થાનિકોને ગટર અને ખાડકુવાના પાણીની સમસ્યા અંગે નિરાકરણ લાવે એ જરૂરી બન્યું છે.

સ્થાનિક રહીશોના જણાવ્યા મુજબ છેલ્લા ત્રણ મહિનાથી આ વિસ્તારમાં જાહેર રસ્તા પર દૂષિત પાણી બહાર આવવાની સમસ્યાને લઈને મુશ્કેલી વધી ગઈ છે. જે બાબતે નગરપાલિકામાં એક મહિના પહેલા લેખિતમાં જાણ પણ કરી દેવાય છે પણ આજદિન સુધી યોગ્ય નિરાકરણ ન આવતા મુશ્કેલીમાં વધારો થઈ રહ્યો છે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top