છોટુ વસાવાનો રાજકીય પાર્ટીઓને લલકાર, 'આદિવાસીઓ સત્તામાં નહીં આવે એવો ફાંકો હોય તો કાઢી નાખજો'

0
આગામી નવેમ્બર-ડિસેમ્બરમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat election 2022) આવનાર છે ત્યારે તમામ રાજકીય પાર્ટીઓ ગુજરાતની ચૂંટણીઓ માટે તૈયારીઓ કરી રહી છે. બીજી તરફ ભારતીય ટ્રાઇબલ પાર્ટી BTP તરફથી પણ આગામી ચૂંટણીને લઈને એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.



પાર્ટીની હેડ ઓફિસ ચંદેરીયા ખાતે એક બેઠક રાખવામાં આવી હતી. બેઠકમાં ધારાસભ્ય અને મુખ્ય સંયોજક છોટુ વસાવા, બીટીપીના રાષ્ટ્રીય અધ્યક્ષ અને ડેડીયાપાડાના ધારાસભ્ય મહેશ વસાવા સહિત ગુજરાત રાજ્યની વિવિધ વિધાનસભા સીટોના વિસ્તારમાં કામ કરતા બીટીપી અને બીટીએસના કાર્યકરો અને હોદેદારો હાજર રહ્યા હતા. આ બેઠકમાં ચૂંટણી અંગે રણનીતિ અને ઉમેદવારોની સેન્સ લેવામાં આવી હતી. ફાઇનલ નામ બીટીપીની પાર્લામેન્ટરી બોર્ડમાં નક્કી થશે. આ પ્રસંગે રાજ્યભરના બીટીપીના આગેવાનો અને કાર્યકરોને છોટુભાઈ અને મહેશભાઈએ સંબોધન કર્યું હતું અને ચૂંટણીના કામે લાગી જોવાની હાંકલ કરી હતી.

છોટુભાઈ વસાવાએ તેમના મૂળ અંદાજમાં દેશની અન્ય રાજકીય રાજકીય પાર્ટીઓને લલકારતા કહ્યુ હતુ કે, બીટીપી નાની પાર્ટી છે એવો ફાંકો રાખવાવાળા સમજી લે કે આખા દેશની ચૂંટણીમાં બીટીપી ભાગ લેશે. ગુજરાતમાં અંબાજીથી ઉમરગામની આદિવાસી સીટો પર નહીં, તમામ બેઠકો પર ચૂંટણી લડાવી શકે છે. આજે આ ચૂંટણી સંદર્ભે જ બેઠક હતી. આદિવાસીઓ સત્તામાં ન આવે તેવી વાત મગજમાં હોય તો કાઢી નાખજો. આદિવાસીઓ સત્તામાં પણ આવશે અને કુદરતી સંપત્તિ પણ બચાવશે. જે ચોર સરકારો અને પાર્ટીઓ છે, જે આ કુદરતી ખનીજ સંપત્તિની ચોરી કરે છે તેમને પણ ચેતી જવા જેવું છે. કારણ કે, આદિવાસી સમાજને જે પાર્ટીઓ લૂંટી રહી છે તેમને આદિવાસી સમાજ છોડાશે નહીં." આ સાથે છોટુભાઈએ ચૂંટણીમાં જીતનો દાવો પણ કર્યો હતો.

કૉંગ્રેસમાં વધુ એક ભંગાણ
બીજી તરફ વિધાનસભાની ચૂંટણી પહેલા જ કૉંગ્રેસ પાર્ટીને વધુ એક ઝટકો લાગ્યો છે. કૉંગ્રેસના મહેસાણા પૂર્વ જિલ્લા પ્રમુખ માનસિંહ ઠાકોર કેસરિયો ધારણ કરશે. તેઓ વિજાપુરના વસાઈ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટી સાથે જોડાશે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top