ભારે વરસાદની આગાહી:દક્ષિણ ગુજરાત-સૌરાષ્ટ્રમાં રેડ એલર્ટ, ઉત્તર ગુજરાતમાં મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લીમાં ધોધમાર વરસાદ

0
બંગાળની ખાડીમાં એક લો પ્રેશર સક્રિય થઈ રહ્યું છે, જેની અસર ગુજરાતના વાતાવરણ પર જોવા મળશે. લો પ્રેશરને કારણે ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ થશે. આજથી શુક્રવાર સુધી વરસાદી માહોલ જામશે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરાયું છે. હવામાન અંગે આગાહી કરતી ખાનગી સંસ્થાના મતે અમદાવાદમાં મંગળવારથી ગુરુવાર સુધી મધ્યમથી ભારે વરસાદ પડે એવી સંભાવના છે.



ગુજરાતમાં હજુ સુધી સીઝનનો 76 ટકા વરસાદ નોંધાયો
ગુજરાતમાં હજુ સુધી સીઝનનો 76 ટકા વરસાદ નોંધાયો છે.સાબરકાંઠામાં ખેડબ્રહ્મા, વડાલી, રવિપુરા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં મેઘો ધોધમાર વરસ્યો છે. વડાલીમાં એક જ કલાકમાં એક ઇંચ વરસાદ વરસતા ખેડૂતો ખુશખુશાલ જણાયા. ખેડબ્રહ્માના રાધીવાડા, મેત્રાલ, માતાજીકંપામાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. આ તરફ હિંમતનગરના ગાંભોઇ, રૂપાલ, ગાંધીપુરા અને વાવડીમાં પણ વરસાદ થતા ખેડૂતોમાં હરખની લાગણી ફરી વળી છે.

24 કલાક દરમિયાન રાજ્યના 100 તાલુકામાં વરસાદ
સોમવારે સવારે છ વાગ્યે પૂરા થતા 24 કલાક દરમિયાન રાજ્યના 100 તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધારે વરસાદ અમરેલી જિલ્લાના લાઠી શહેરમાં 65 એમ.એમ. નોંધાયો છે. અમરેલી જિલ્લાના બાબરામાં પણ 65 એમ.એમ. વરસાદ પડ્યો છે. ગુજરાતમાં અત્યારસુધી સરેરાશ 76.21 ટકા વરસાદ પડ્યો છે, જેમાં કચ્છમાં 125.60 ટકા, ઉત્તર ગુજરાતમાં 62.59 ટકા, સૌરાષ્ટ્રમાં 71.05 ટકા, પૂર્વ-મધ્ય ગુજરાતમાં 65.68 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 87.39 ટકા સરેરાશ વરસાદ પડ્યો છે.

આ વિસ્તારોમાં વરસાદની આગાહી
હવામાન વિભાગ દ્વારા બુધવારે વલસાડ-દમણ, ગુરુવારે ડાંગ-નવસારી-વલસાડ-દમણ, શુક્રવારે ડાંગ-નવસારી-વલસાડ-દમણ-અમરેલી-ભાવનગર-બોટાદમાં અતિભારે વરસાદની આગાહીને પગલે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ,વડોદરા, જૂનાગઢ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. આગામી પાંચ દિવસ અન્યત્ર, જ્યાં ભારેથી અતિભારે ભારે વરસાદ પડી શકે છે. એમાં અમદાવાદ, સુરેન્દ્રનગર, ભાવનગર, સુરેન્દ્રનગર, તાપી, સુરત, ભરૂચનો પણ સમાવેશ થાય છે.

ગુજરાતનાં જળાશયોમાં 68.40% જળસંગ્રહ
રાજ્યમાં હાઇ એલર્ટ ૫ર કુલ 58, એલર્ટ ૫ર કુલ-14 તેમજ વોર્નિંગ ૫ર કુલ -16 જળાશય છે. રાજ્યમાં હાલ કુલ NDRFની 13 ટીમ તહેનાત કરાઇ છે, જેમાં અમરેલી-1, બનાસકાંઠા-1, ભાવનગર-1, દેવભૂમિ દ્વારકા-1, ગીર સોમનાથ-1, જામનગર-1, જૂનાગઢ-1, કચ્છ-1, નવસારી-2, રાજકોટ-1, સુરત-1 અને વલસાડમાં-1 ટીમનો સમાવેશ થાય છે. આમ, કુલ -13 NDRFની ટીમો ડિપ્લોય કરવામાં આવી છે.

206 ડેમ પૈકી 35 ડેમ 100 ટકા ભરાઈ ચૂક્યા
206 ડેમ પૈકી 35 ડેમ 100 ટકા ભરાઈ ચૂક્યા છે, 54 ડેમમાં 70થી 99 ટકા સુધી પાણી ભરાયું છે, જ્યારે 32 ડેમમાં 50થી 70 ટકા સુધી, 37 ડેમમાં 25થી 50 ટકા સુધી અને 48 ડેમમાં 25 ટકાથી ઓછું પાણી ભરાયું છે. નર્મદા ડેમમાં કુલ 138.68 મીટર સુધી પાણી ભરી શકાય છે. રવિવારે સાંજે 7 વાગે ડેમમાં પાણીની સપાટી 132.29 મીટર હતી. અત્યારે ડેમમાં 2,63,616 MCFT પાણીનો સંગ્રહ થયેલો છે, જે કુલ સંગ્રહશક્તિના 78.91 ટકા છે. હાલ ડેમમાં પાણીની આવક 32,954 ક્યૂસેક છે. એની સામે 45,423 ક્યૂસેક પાણીનો જથ્થો કેનાલમાં વહાવાઈ રહ્યો છે. હાલ સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટી 132.27 મીટર પહોંચી છે. ડેમમાં પાણીનો કુલ જીવંત જથ્થો 3829.80 મિલિયન ક્યુબિક મીટર છે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top