આજે બે રાજ્યના મુખ્યમંત્રીઓ જામનગરમાં, અરવિંદ કેજરીવાલ કરશે મોટી જાહેરાત

0
આજે બે રાજ્યના મુખ્યમંત્રીઓ જામનગરની મુલાકાત લેશે. સવારે ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ તો બપોર બાદ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ જામનગરમાં પહોંચશે. સીએમ ભુપેન્દ્ર પટેલ લમ્પી વાયરસના વેક્સીન અને સારવાર સેન્ટરની મુલાકાત બાદ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક કરશે. મનપા સંચાલિત રસીકરણ અને સારવાર કેન્દ્રની પણ મુલાકાત લેશે. લમ્પી ગ્રસ્ત સારવાર લઈ રહેલા પશુ વિભાગની મુલાકાત લેશે. ત્યાર બાદ સીએમ કલેકટર કચેરી ખાતે અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક કરશે. જામનગરમાં સીએમના આગમનને પગલે ચાંપતો બંદોબસ્ત ગોઠવાયો છે.




તો બીજી તરફ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ બપોર બાદ ઓશવાલ સેન્ટર ખાતે વેપારીઓ અને પ્રબુદ્ધ નાગરિકો સાથે સંવાદ કરશે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને આમ આદમી પાર્ટીએ પોતાનો પ્રચાર પ્રસાર પૂર જોશમાં શરૂ કરી દીધો છે. દિલ્હીના સીએમ અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ આજે ફરી ગુજરાતમાં આવશે અને લોકો સાથે મુલાકાત કરશે.

તો બીજી તરફ આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ બે દિવસના ગુજરાત પ્રવાસે આવશે.. આજે 1 વાગે અરવિંદ કેજરીવાલ જામનગર પહોંચશે. 3 વાગ્યે વેપારીઓ સાથે ટાઉનહોલ કાર્યક્રમમાં ભાગ લેશે. સાંજે 5 વાગે વડોદરા પહોંચશે. 7 તારીખે છોટાઉદેપુરના બોડિલીમાં સભા સંબોધશે. બોડેલીમાં ગુજરાતની જનતાને વધુ એક ગેરેંટી આપશે તેવી વાત ઈશુદાન ગઢવીએ કરી હતી.

મફતની રાજનીતિ અંગે પણ ઈશુદાન ગઢવીએ ભાજપ પર પ્રહાર કર્યા છે. મફતનું કહીને ભાજપના નેતા ગુજરાતીઓનું અપમાન કરે છે. મારા કે તમારા પિતાજી નથી આપવાના. ગુજરાતની જનતાને તેના ટેક્ષના પૈસાનું વળતર આપીશું. સીઆર પાટિલની માનસિકતા ગુજરાત વિરોધી છે. હિમાચલ પ્રદેશમાં વીજળી ફ્રી આપે છે.
હિમાચલ પ્રદેશનો ચૂંટણી ઢંઢેરો નથી વાંચ્યો એવું દીકરાના સોગંદ ખાય. ભાજપના નેતા બધું મફતમાં મેળવે છે.




હું ચૂંટણી લડવા માટે પણ તૈયાર છું

વિધાર્થી નેતા યુવરાજસિંહએ રાજ્યમાં લેવાતી પરીક્ષાઓ અને તેમા ચાલતી ધાંધલીને લઈને મહત્વનું નિવેદન આપ્યું છે. સરકારે જેટલી પણ ભરતીમાં ગેરરીતી થઇ છે તેમાં કોઇ નક્કર કાર્યવાહી કરી નથી. સરકાર સિસ્ટમમાં સડો જાણી જોઇને ઇચ્છી રહી છે. સાશકોની સામે હું સક્રિય રાજકારણમાં આવીશ તેવો હુંકાર યુવરાજસિંહે કર્યો છે. ફરી આમ આદમી પાર્ટીમાં સક્રિય થવાનો નિર્ણય યુવરાજસિંહે ક્રયો છે. 15 ઓક્ટોબરની આસપાસ ગાંધીનગર ખાતે યુવા મહાસંમેલન મળશે. આ સંમેલનમાં કેજરીવાલ સહિત વિધાર્થીઓનું હિત જોનાર રાજકીય અને સામાજિક આગેવાનો ઉપસ્થિત રહેશે. 50 હજારથી એક લાખ યુવાનો હાજર રહેશે. તેમણે કહ્યું કે, આમ આદમી પાર્ટી ટિકીટ આપશે તો હું ચૂંટણી લડવા માટે પણ તૈયાર છું.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top