તાપી જિલ્લાના વાલોડ તાલુકાના બુહારી ગામે વિશ્વ આદિવાસી દિનની ઉજવણી કરવામાં આવી જેમાં મુખ્ય મહેમાન મહેસૂલ અને આપતિ વ્યવસ્થાપન મંત્રીશ્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદીના અધ્યક્ષ સ્થાને તાપી જિલ્લા કલેકટરશ્રી એચ.કે.વઢવાણિયાની ઉપસ્થિતિમાં વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. મહેસૂલ મંત્રીશ્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદીએ ભગવાન બિરસા મૂંડા, આદિવાસીઓની કુળદેવી યાહમોગી માં ને વંદન કરી વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીની શરૂઆત કરતા જણાવ્યું હતું કે આજનો દિવસ અદભૂત અને પવિત્ર છે. આદિવાસી લોકોએ સમગ્ર વિશ્વને સંસ્કારો શિખવાડ્યા છે. માજી વડાપ્રધાનશ્રી અટલ બિહારી વાજપેયીએ સૌપ્રથમ આદિવાસી લોકો માટે અલગ મંત્રાલય શરૂ કર્યું હતું.
આજે સમગ્ર ગુજરાતમાં ૧૩૦૦ કરોડના લોકાપર્ણ અને ખાતમુર્હુત કરવામાં આવ્યા છે. ૧૨ લાખથી વધુ આદિવાસી વિધાર્થીઓને શિસ્યવૃતિરૂપે રૂ ૧૫૦ કરોડ ચૂકવવામાં આવ્યા છે. આદિવાસીઓની વાત આવે ત્યારે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલની સરકાર ક્યારેય પાછળ ન પડે. ૧૧૦૦૦ વન અધિકાર પત્રો આદિવાસીઓને આપવામાં આવ્યા છે.
ઉકાઈ ડેમ બન્યો ત્યારે કુકરમુંડા, નિઝર અને ઉચ્છલ તાલુકામાં જમીન સંપાદન થઈ હતી જે જય રહેતા હોય ત્યાં રહેણાંક માટે પ્લોટ નવી શરતથી અપાયા હતા. જેને લોકો વેચી પણ શકતા નથી. આજે મહેસૂલ મંત્રી તરીકે પશ્નોનો ઉકેલ આવે તે માટે એક જ અઠવાડિયામાં ઉચ્ચ કક્ષાની બેઠક યોજી હકારાત્મક નિકાલ લાવવાનો પ્રયાસ કરાશે. અન્ય સમાજે આદિવાસીઓની જમીન પડાવી લીધી હસે તો કોઈને છોડવામાં નહીં આવે તેવી મહેસૂલ મંત્રીશ્રી ત્રિવેદીએ તાકિદ કરી હતી. સાથે સાથે વારસાઈના હકોમાં હવે પછી સીધી લીટીના તમામ વારસદારોના નામ દાખલ કરી શકાશે.
વિશ્વ આદિવાસી દિવસ નિમિતે આજે ૩૮,૮૩૩ લાભાર્થીઓને ૮.૭૪ કરોડના લાભો એનાયત થનાર છે. આગામી ૧૩ થી ૧૫ ઓગષ્ટ દરમિયાન હર ઘર તીરંગા અભિયાન તાપી જિલ્લામાં આગવું પ્રદાન કરશે. વધુમાં મતદાર સુધારણા કાર્યક્રમમાં લોકશાહી પર્વની ઉજવણી સારી રીતે કરવા ઉપસ્થિત નાગરિકોને અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે મંત્રીશ્રી તથા મહાનુભાવોના હસ્તે આદિવાસી સમાજના વિશિષ્ટ સિદ્ધિ મેળવનાર વ્યક્તિઓ, પ્રગતિશીલ ખેડૂતો,પશુપાલકો,વિધાર્થીઓ,કલાકારો,અને રામતવિરોને પ્રમાણપત્રો આપી સન્માનિત કરાયા હતા. સાથે વનબંધુ કલ્યાણ અંતર્ગત વિવિધ યોજનાના લાભાર્થીઓને લાભો અને કીટ વિતરણ કરવામાં આવ્યું હતું.ચૌધરી,ઢોડિયા,હળપતિ,સમાજના કલાકારોએ પારંપરિક નૃત્ય રજૂ કરી દર્શકોને મંત્રમુગ્ધ કર્યા હતા.


.png)