શિક્ષણ એક વેપાર બની ગયું છે. અને આ વાત આપણે સારી રીતે જાણીએ છીએ પરંતુ શિક્ષણને વેપાર બનાવનાર હવે આપના ઘર સુધી પહોંચી જશે તેવું તમે ક્યારેય વિચાર્યું છે? તમે તો નહીં વિચાર્યું હોય પરંતુ હવે આ શક્ય બન્યું છે કારણ કે વ્યારાના પનિયારી ખાતે આવેલ કોલેજમાંથી વિધાર્થીઓના ડેટા લીકેજ થયા છે. પનીયારી ખાતે આવેલ શ્રી મતી આર. પી ચૌહાણ આર્ટસ એન્ડ કે. ડી. શાહ કોમર્સે કોલેજના વિધાર્થીઓના ડેટા અસુરક્ષિત બન્યા છે,રાજ મલ્ટિપ્લેક્ષ નામે કોઈ વ્યક્તિએ વૉટ્સઅપ ગ્રુપ બનાવી વિધાર્થીઓના નંબર એડ કર્યા હોવાનો સનસની ખેજ મામલો પ્રકાશમાં આવ્યો છે. પરંતુ સવાલ એ છે કે, આ રાજ મલ્ટીપ્લેક્ષ પાસે વિધાર્થીઓના વૉટસઅપ નંબર (ડેટા) પહોંચ્યા કેવી રીતે.
વ્યારાના પનિયારી ખાતે આવેલ આર્ટસ એન્ડ કોમર્સે કોલેજમાં અત્યાર સુધી વિધાર્થીઓની ડિટેલને સુરક્ષિત મનાતી હતી. પરંતુ હવે અહીથી પણ ડેટા ચોરીનો કિસ્સો સામે આવ્યો છે. વિધાર્થીઓના ડેટા વ્યરની આર્ટસ એન્ડ કોમર્સે કોલેજ અને રાજ્યના શિક્ષણ વિભાગ પાસે જ હોય છે. ત્યારે તેમની પાસે મોબાઈલ નંબર સહિતની ખાનગી વિગતો જાહેર થતાં વાલીઓ અને વિધાર્થીઓ ચોંકી ઉઠયા હતા.
સૂત્રોના જણાવ્યા અનુસાર, અનેક જિલ્લાઓમાં પદ્ધતિસરનું સ્કેમ ચલાવવામાં આવી રહ્યું છે. અને આ સ્કેમમાં શેક્ષણિક સાસ્થાઓના ડેટા ચોરી કરીને તેનો વેપાર પણ કરવામાં આવી રહ્યો છે. આ કોલેજમાં એડમિશન લેતા સમયે ફ્રોમ પર આપેલ મોબાઈલ નંબરો ગતરોજ એકાએક રાજ મલ્ટિપ્લેક્ષ નામના વૉટ્સઅપ ગ્રુપમાં એડ થતાં વિધાર્થીઓ ચિંતામાં મુકાઇ હતી. અને પોતે કોઈને નંબર આપ્યો ન હોવા છતાં આ રીતે ગ્રુપમાં કોઈ કઈ રીતે એડ કરી શકે?? તેવા સવાલો સાથે ચિંતિત બની છે,જોકે આ બાબતે વાલીઓને જાણ કરતાં વાલીઓના પગતળિયેથી જમીન ઘસી ગઈ હતી.
પરંતુ સવાલ એ છે કે, આ રાજ મલ્ટિપ્લેક્ષ પાસે વિધાર્થીઓના વૉટ્સઅપ નંબર (ડેટા) પહોંચ્યા કેવી રીતે, હવે વાલીઓ પણ ચિંતામાં મુકાયા છે કે, અમે ક્યાંય કોઈ રાજ મલ્ટિપ્લેક્ષ વાળાને નંબરો આપ્યા પણ નથી. તેમ છતાં તેની ખાનગી માહિતી રાજ મલ્ટીપ્લેક્ષ વાળાને કઈ રીતે મળી ? જોકે આ ખૂબ મોટું ડેટા હેકિંગનું સ્કેમ હોવાની શંકાઓ છે? આવા સવાલો હાલ વાલીઓને મુજવી રહ્યા છે. કારણ કે ગુજરાતમાં પહેલા પણ અનેક પ્રકારના ડેટા લીક થઈ ચૂક્યા છે અને આ સ્કેમમાં શેક્ષણિક સાસ્થાઓના ડેટા ચોરી કરીને તેનો વેપાર કરવામાં આવી રહ્યો છે.
ત્યારે સવાલ એ થાય છે કે, પનિયારીની કોલેજમાંથી વિધાર્થીઓનો ડેટા લીક કેવી રીતે થયો? રાજ મલ્ટીપ્લેક્ષ વાળા પાસે કેવી રીતે પહોંચ્યો વિધાર્થીઓનો ડેટા? શુ કોલેજના સંચાલકો જ ડેટા વેચે છે? શુ તાપી જિલ્લામાં વિધાર્થીઓના ડેટા ચોરવાનું પણ સ્કેમ ચાલે છે? રાજ મલ્ટીપ્લેક્ષ જ નહીં કેટલાક યૂટ્યુબરોને પણ ડેટા અપાય હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. સવાલો અનેક છે ત્યારે આ મુદે સરકાર અને તાપી સાયબર ક્રાઇમ દ્વારા તપાસ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. આશા રાખીએ કે, તાપી પોલીસ જાતે પોતે ફરિયાદી બને અને આ દિશામાં તપાસ કરી કસૂરવારો સામે જરૂરી કોઈ પગલાં ભરશે.
વિધાર્થીઓના પ્લેસમેન્ટ માટે કોઈ ખાનગી સસ્થા વાળા ડેટા નો દૂરપયોગ નહીં કરવાની લેખિતમાં બાંહેધરી આપે તો જ ડેટા આપતા હોઈએ છીએ , જોકે અત્યાર સુધી કોઈ સસ્થાને ડેટા સહિતની વિગતો આપી નથી. તેમછતાં તપાસ કરવી લેવું છે,અને જરૂરી જણાઈ તો પગલાં પણ લઈશું.- પ્રિન્સિપાલ, વ્યારા કોલેજ

.jpg)


.png)