Asia Cup 2022: એશિયા કપમાં નવી જર્સીમાં જોવા મળશે ટીમ ઈન્ડિયા

News 16
0
એશિયા કપ 2022 માટે તમામ ટીમોની તૈયારી પૂરજોશમાં ચાલી રહી છે. આ ટુર્નામેન્ટ માટે યુએઈમાં તમામ વ્યવસ્થા કરવામાં આવી છે. સાથે જ તમામ ટીમો આ ટાઇટલ જીતવા માટે ખુબ જ પ્રેક્ટિસ કરી રહી છે. આ દરમિયાન ભારતીય ટીમે એશિયા કપ માટે નવી જર્સી બહાર પાડી છે. ભારતીય ટીમના ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ એશિયા કપ માટેની જર્સીમાં ફોટો શેર કર્યો છે. ભારત ઉપરાંત પાકિસ્તાનની ટીમે પણ પોતાની નવી જર્સી બહાર પાડી છે.




રવિન્દ્ર જાડેજાએ તસવીર શેર કરી

એશિયા કપમાં ભારતીય ટીમ નવી જર્સીમાં જોવા મળશે. ICC અને ACCની દરેક ટૂર્નામેન્ટમાં ટીમો નવી જર્સીમાં જોવા મળે છે. આ જર્સીમાં ટૂર્નામેન્ટનું નામ પણ લખેલું હોય છે. ભારતીય ટીમના ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ ઈન્સ્ટાગ્રામ પર એક સ્ટોરી શેર કરી છે, જેમાં ટીમ ઈન્ડિયાની એશિયા કપની નવી જર્સી પરથી પડદો ઉઠ્યો છે. ભારતીય ટીમની જર્સી વાદળી છે, જ્યારે એશિયા કપ 2022નો લોગો પણ ટીમની જર્સીમાં દેખાય છે. આ જર્સી પર ત્રણ સ્ટાર પણ છે. તમને જણાવી દઈએ કે, જાડેજા સિવાય અન્ય કોઈ ખેલાડીએ નવી જર્સીમાં ફોટો કે વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો નથી.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top