આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ફરી એકવાર આવતીકાલે બુધવારે ગુજરાતની મુલાકાતે છે. 10 ઓગસ્ટના રોજ અરવિંદ કેજરીવાલ ઉત્તર ગુજરાતના પાલનપુર ખાતે ટાઉન હોલ કાર્યક્રમમાં હાજર રહેવાના હતા. જો કે અચાનક જ અરવિંદ કેજરીવાલના કાર્યક્રમમાં ફેરફાર કરવામાં આવ્યો છે. પાલનપુરની જગ્યાએ હવે અમદાવાદના વૈષ્ણવદેવી સર્કલ પાસે હવે ટાઉનહોલના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે દિલ્હીના મુખ્યમંત્રી આવતીકાલે અમદાવાદમાં મહિલાઓ સાથે સંવાદ કરી જાહેરાત કરવાના છે. રાજ્યમાં મહિલાઓને લઈ અને તેઓ ગેરંટી આપશે.
પાંચ ગેરંટી આપી ચૂક્યા છે કેજરીવાલ
રાજ્યની વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાતમાં પોતાની જીત મેળવવા માટે થઈ અને સક્રિયતા દર્શાવી છે. ચુંટણીના જાહેર થયા તેની પહેલાં જ આમ આદમી પાર્ટીએ 10 જેટલા ઉમેદવારો જાહેર કરી દીધા છે. અરવિંદ કેજરીવાલ ચાલુ ઓગસ્ટ મહિનામાં જ ત્રણ વખત ગુજરાત ખાતે આવી અને રોજગારી તેમજ આદિવાસીઓ માટે જાહેરાત કરી ચુક્યા છે ત્યારે વધુ એક વાર આવતીકાલે બુધવારે અમદાવાદમાં તેઓ મહિલાઓને લઈ અને હવે ગેરંટી આપશે. અમદાવાદના વૈષ્ણોદેવી સર્કલ પાસે તેઓ મહિલાઓ સાથે ટાઉનહોલ કાર્યક્રમમાં સંવાદ કરશે.
મોટી સંખ્યામાં મહિલાઓ હાજર રહે તેવી શક્યતા
અરવિંદ કેજરીવાલનો કાર્યક્રમ 10 ઓગસ્ટના રોજ પાલનપુર ખાતે ટાઉન હોલ જવાનો હતો. જેમાં તેઓ જાહેરાત કરવાના હતા પરંતુ અચાનક જ કોઇ કારણોસર પાલનપુરનો કાર્યક્રમ રદ કરી દેવાયો છે. અમદાવાદના વૈષ્ણોદેવી સર્કલ પાસે જ્યાં અગાઉ તેઓએ લોકો સાથે વીજળીને લઇ સંવાદ કર્યો હતો તે જગ્યા પર હવે મહિલાઓ સાથે ટાઉન હોલનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. આ ટાઉનહોલ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં મહિલાઓ હાજર રહે તેવી શકયતા છે.
ગુજરાતીઓ માટે 10 લાખ સરકારી નોકરી લાવીશું: કેજરીવાલ
બોડેલીમાં કેજરીવાલની સભામાં પણ તેમણે લઠ્ઠાકાંડ, પેપરલીક, વીજળી, રોજગાર મુદ્દે સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે વિપક્ષ કોંગ્રેસ વિશે કહ્યું કે આ જંગ ભાજપ અને આપ વચ્ચે છે, આ વખતે કોંગ્રેસને એક પણ સીટ મળવી ન જોઈએ. પંજાબ-દિલ્હીમાં જે વિકાસ થયો તે ગુજરાતમાં પણ અમારી સરકાર લાવશે. વધુમાં જણાવ્યું હતું કે અમે ગુજરાતીઓ માટે 10 લાખ સરકારી નોકરી લાવીશું અને તેમાં આદિવાસીને ખાસ પ્રાધાન્ય અપાશે.



.png)