તાપી જિલ્લાના ખેડૂતોએકૃષિ ક્ષેત્રમાં અદ્યતન ડ્રોન ટેક્નોલોજી(કૃષિ વિમાન)ના ઉપયોગથી છંટકાવની સેવા યોજનામાં સહાય મેળવવા આઈ ખેડૂત પોર્ટલ ઉપર આગામી 26 ઓગસ્ટ સુધી અરજી કરવી જણાવાયું છેખેડૂતો દ્વારા પાક સંરક્ષણ માટે સામાન્ય રીતે ખેત મજૂર દ્વારા પાક સંરક્ષણ રસાયણ, નેનો યુરીયા, પ્રવાહી ખાતરો, જૈવિક ખાતરોના છંટકાવ કરવામાં આવે છે. સદર પરંપરાગત પધ્ધતિમાં વધુ સમય તથા વધુ પાણીની જરૂર પડે છે. તેમજ છંટકાવની અસરકારકતા પણ ઓછી જોવા મળે છે.
જે માટે અદ્યતન ડ્રોન ટેકનોલોજીના ઉપયોગથી સમય અને પાણીનો બચાવ કરવા માટે ડ્રોન વડે છંટકાવ કરવાની યોજના શરૂ કરાઇ છે. આ યોજનામાં ખેડૂત ખાતેદારને ખર્ચના 90% અથવા વધુમાં વધુ રૂ. 500/- પ્રતિ એકર બે માંથી જે ઓછુ હોય તે મુજબ, પ્રતિ છંટકાવ સહાય મળવા પાત્ર રહેશે.
ખાતા દીઠ નાણાકીય વર્ષમાં વધુમાં વધુ કુલ પાંચ એકર અને વધુમાં વધુ પાંચ છંટકાવની મર્યાદામાં સહાય મળવા પાત્ર થશે. જેનો લાભ લેવા આઈ ખેડૂત પોર્ટલ https://ikhedut.gujarat.gov.in/ પર આગામી તા: 26.8.22 સુધીમાં અરજી કરવા રસ ધરાવતા તમામ ખેડૂતમિત્રોને અરજી કરવા તથા નજીકના ગ્રામસેવક, વિસ્તરણ અધિકારી(ખેતી) જિલ્લા ખેતીવાડી વિભાગનો સંપર્ક કરવા તાપી જિલ્લા અધિકારી ચેતન ગરાસીયા દ્વારા જણાવાયું છે.


.jpg)

.png)