ગુજરાતના 6 લાખ પશુપાલકો માટે ખુશીના સમાચાર મળી રહ્યા છે. અમૂલ ડેરીએ દૂધના ખરીદ ભાવમાં વધારો કર્યો હોવાના સમાચાર મળી રહ્યા છે. અમૂલ ડેરીએ દૂધના ખરીદ ભાવમાં રૂ.20નો વધારો કર્યો છે. પ્રતિ કિલો ફેટના રૂ.740ના વધીને રૂ.760 થતાં પશુપાલકોને મોટી રાહત થશે.
અમુલ ડેરીએ આજે પશુપાલકોને તહેવારો ટાણે આનંદના સમાચાર આપ્યા છે. અમુલ ડેરીએ દુધના ખરીદભાવમાં પ્રતિ કિલો ફેટ 20 રૂપિયાનો વધારો કર્યો છે. દુધનો ખરીદ ભાવ વધારીને 740 થી 760 રૂપિયા કરાયો છે. આ ખરીદ વધારાથી રાજ્યના છ લાખ પશુપાલકોને લાભ થશે. પરંતુ આ જાહેરાત બાદ અમુલ પર વધારાનો વાર્ષિક 60 કરોડનો બોજો પડશે.
અમુલ ડેરીએ પશુપાલકોને ફાયદો પહોંચાડવા માટે ગાયના દૂધનાં ખરીદ ભાવમાં પ્રતિ લીટર 50 પૈસાનો વધારો કર્યો છે, જ્યારે ભેંસનાં દુધના ખરીદ ભાવમાં 1.25 થી 1.50 પૈસાનો વધારો કરાયો છે. જ્યારે ગાયના દૂધમાં પ્રતિકીલો ફેટ 10 રૂપિયાનો વધારો થયો છે. અમુલ ડેરીએ ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળે તે માટે વધારો આપ્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે. હાલ પશુપાલકોને દુધના ઉત્પાદન ખર્ચમાં પણ વધારો થઈ રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે, આણંદ, ખેડા, મહિસાગર જિલ્લાના 6 લાખ પશુપાલકો માટે સારા સમાચાર આવી ગયા છે. ગુજરાત કોઓપરેટીવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન એટલે કે અમૂલ ડેરીએ દૂધના ખરીદ ભાવમાં રૂ.20નો વધારો કર્યો છે. પ્રતિ કિલો ફેટના રૂ.740ના વધીને રૂ.760 કરી દીધા છે જેના લીધે આણંદ,ખેડા,મહિસાગર જિલ્લાના 6 લાખ પશુપાલકોને મોટો લાભ થશે.


.png)