વરાછામાં 2, ઉધનામાં 3 ઈંચ વરસાદ, મીઠીખાડી વિસ્તારમાં ગોઠણ સુધી પાણી ભરાયા, સણીયા હેમાદમાં અડધું મંદિર પાણીમાં ગરકાવ

News 16
0
હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ છેલ્લા બે દિવસથી સમગ્ર દક્ષિણ ગુજરાતની અંદર મેઘમહેર જોવા મળી રહી છે. આજે વહેલી સવારથી જ સુરત શહેરમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે. અલગ અલગ વિસ્તારોમાં મુશળધાર વરસાદ થયો છે. સવારથી અત્યાર સુધીમાં વરાછામાં બે ઈંચ જેટલો વરસાદ ખાબકી ચૂક્યો છે. જ્યારે રાત્રેથી સવારે 6 વાગ્યા સુધીમાં ઉધના-લિંબાયત વિસ્તારમાં 3 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. ધોધમાર વરસાદના કારણે ખાડીઓના લેવલ પણ ભયનજક નજીક પહોંચી ગયા છે. જ્યારે લિંબાયતના મીઠીખાડી વિસ્તારમાં ગોઠણસમા પાણી ભરાયા છે. આ સાથે જ સણીયા હેમાદમાં મંદિર અડધું ડૂબી ગયું છે.




તમામ ઝોનમાં ધોધમાર વરસાદ
ગતરોજથી સુરતમાં વરસાદ વરસી રહ્યો છે. જેમાં છેલ્લા 24 કલાકમાં સુરતમાં 3 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો છે. જ્યારે આજે વહેલી સવારથી જ ધોધમાર વરસાદ પડી રહ્યો છે. વરાછા વિસ્તારમાં છેલ્લા 4 કલાકમાં 2 ઈંચથી વધુ વરસાદ ખાબકી ચૂક્યો છે. જ્યારે રાત્રેથી વહેલી સવાર સુધીમાં ઉધના વિસ્તારમાં 3 ઈંચથી વધુ વરસાદ પડ્યો હતો. આ સાથે જ લિંબાયત, અઠવા, રાંદેર સહિતના વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ પડ્યો હતો.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top