જમ્મુ-કાશ્મીરમાં અડધો કલાકમાં બે આતંકી હુમલા, 1 નાગરિક અને 1 પોલીસકર્મી ઘાયલ

News 16
0
આતંકવાદીઓએ જમ્મુ-કાશ્મીરમાં સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં ખલેલ પહોંચાડવાનો પ્રયાસ કર્યો છે. આતંકવાદીઓએ અડધા કલાકની અંદર બે અલગ-અલગ જગ્યાએ ગ્રેનેડ ફેંક્યા હતા. પોલીસે રાત્રે 9.05 વાગ્યે જણાવ્યું કે બડગામના ગોપાલપુરા ચદૂરા વિસ્તારમાં આતંકવાદીઓએ ગ્રેનેડથી હુમલો કર્યો. આ હુમલામાં કરણ કુમાર સિંહ નામનો વ્યક્તિ ઘાયલ થયો હતો. જે બાદ તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવ્યો છે.




આ ઘટના બાદ કાશ્મીર ઝોન પોલીસે રાત્રે 9.35 વાગ્યે ટ્વિટ કર્યું અને કહ્યું કે આતંકવાદીઓએ શ્રીનગરમાં પોલીસ કંટ્રોલ રૂમ પર ગ્રેનેડ ફેંક્યો. આ હુમલામાં એક પોલીસ જવાનને સામાન્ય ઈજા થઈ હતી. સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવ્યો છે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top