ગુજરાતમાં સર્જાયેલા કથિત લઠ્ઠાકાંડમાં ત્રણ જિલ્લા અને ચાર તાલુકના લોકો સપડાયા છે. આ કથિત લઠ્ઠાકાંડમાં 35 થી વધુ લોકોનો ભોગ લેવાયો છે. જ્યારે 80 થી વધુ લોકો સારવાર હેઠળ છે. ત્યારે આ ઘટનાને પગલે ગુજરાત સરકારના દારૂબંધી સામેના કડક કાયદા પર અનેક સવાલો ઉઠી રહ્યા છે. એવામાં ગુજરાતમાં ક્યારથી દારૂબંધી લાગુ કરાઈ અને ગુજરાતના કયા મહારાણી હતા જેમણે ગુજરાતમાં દારૂબંધી અડચણરૂપ હોવાનું જણાવ્યું હતું. આવો જાણીએ આ અહેવાલમાં...
ગુજરાતમાં દારૂબંધી ક્યારથી લાગુ થઈ
દરેકને માથુ ખંજવાળે એવો પ્રશ્ન એ છે કે ગુજરાતમાં દારૂબંધી કેવી રીતે લાગુ થઈ. ગુજરાત અને મહારાષ્ટ્ર અલગ પડ્યા ત્યારે 1960 થી ગુજરાતમા સંપૂર્ણ દારૂબંધી છે. જોકે, દારૂ પર કન્ટ્રોલ અંગ્રેજો પર મૂક્યો હતો. ગુજરાતમાં દારૂ પર પ્રતંબિધ પહેલીવાર અંગ્રેજોએ દાખલ કરી. એ પહેલા દક્ષિણ ગુજરાતના લોકો તાડી અને ચોખામાંથી દારૂ બનાવતા હતા. આદિવાસીઓ પણ પોતાનો અલગ દારૂ બનાવતા હતા.