ઈડીએ સંજય રાઉતના ઘરેથી જપ્ત કર્યા 11.50 લાખ રૂપિયા

News 16
0
ઈડી ના અધિકારીઓએ રવિવારે મુંબઈમાં પાત્રા ચાલ ભૂમિ કૌભાંડ મામલામાં શિવસેના નેતા સંજય રાઉતના આવાસ પર દરોડા પાડી તેમને કસ્ટડીમાં લીધા છે. સંજય રાઉડના ઘરેથી ઈડીને 11.5 લાખ રૂપિયા મળ્યા છે. ઈડી શિવસેના નેતા સંજય રાઉત પાસે તે પૈસાની જાણકારી માંગી રહી છે કે આ પૈસા કોના છે અને ક્યાંથી આવ્યા છે. ઈડીના એક મોટા અધિકારીએ જણાવ્યું કે સંજય રાઉત તે પૈસા સાથે જોડાયેલા સવાલનો જવાબ આપી શક્યા નહીં, ત્યારબાદ પૈસાને સીઝ કરવામાં આવ્યા છે અને આગળની તપાસ ચાલી રહી છે.




પરંતુ આ વચ્ચે સંજય રાઉતના વકીલે દાવો કર્યો કે તેમને ઈડીએ કસ્ટડીમાં લીધા નથી. સંજય રાઉતના વકીલે કહ્યું કે ઈડીને કેટલાક દસ્તાવેજ જોતા હતા અને અમને ફ્રેશ સમન્સ આપવામાં આવ્યું. તેને લઈને સંજય રાઉત નિવેદન નોંધાવવા ઈડીની ઓફિસે ગયા છે. તેમની ધરપકડ કરવામાં આવી નથી. આ પહેલા આજે સવારે ઈડીએ સંજય રાઉતના આવાસ પર દરોડા પાડ્યા હતા. ઈડીના અધિકારી સવારે સાત કલાકે સંજય રાઉતના મુંબઈ સ્થિત આવાસ પર પહોંચ્યા હતા. આશરે 9 કલાક સુધી સંજય રાઉતની પૂછપરછ કર્યા બાદ ઇડી અધિકારી તેને સાથે લઈ ગયા હતા.



પહેલા પણ થઈ હતી પૂછપરછ
ઈડીએ આ વર્ષે 28 જૂને સંજય રાઉતને 1034 કરોડ રૂપિયાના પાત્રા ચોલ ભૂમિ કૌભાંડ સંબંધિત મની લોન્ડ્રિંગ કેસના સંબંધમાં સમન્સ પાઠવ્યું હતું. સંજય રાઉતની એક જુલાઈએ ઈડીએ પૂછપરછ કરી હતી. ત્યારબાદ વધુ બે વખત તેમને સમન્સ પાઠવવામાં આવ્યું હતું. સંજય રાઉતે તપાસમાં સામેલ હોવાનો ઇનકાર કરતા સંસદના ચોમાસુ સત્રનું કારણ દર્શાવ્યું હતું. આ વર્ષે એપ્રિલમાં ઈડીએ આ મામલાની તપાસ હેઠળ સંજય રાઉતની પત્ની વર્ષા રાઉત અને તે બે સહયોગીઓની 11.15 કરોડ રૂપિયાની સંપત્તિને અસ્થાયી રૂપથી ટાંચમાં લીધી હતી.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top