National Herald Case Live Updates: ED આજે સોનિયા ગાંધીની કરશે પૂછપરછ, રાહુલ-પ્રિયંકા પણ સાથે રહેશે

News 16
0
કોગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી આજે નેશનલ હેરાલ્ડ કેસમાં પૂછપરછ માટે ઇડી (એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ)ની ઓફિસ જશે




દેશભરમાં કોગ્રેસના નેતાઓ કરશે વિરોધ પ્રદર્શન

આ પહેલીવાર હશે જ્યારે ED સોનિયા ગાંધીની પૂછપરછ કરશે. અગાઉ, EDએ આ જ કેસમાં રાહુલ ગાંધીની લગભગ 50 કલાક (અલગ-અલગ દિવસોમાં) પૂછપરછ કરી હતી. કોંગ્રેસે રાહુલના સવાલનો વિરોધ કર્યો હતો અને તે દરમિયાન કોંગ્રેસના સેંકડો કાર્યકરો રસ્તા પર ઉતરી આવ્યા હતા. પોલીસે અનેક આગેવાનો અને કાર્યકરોની અટકાયત પણ કરી હતી.

કોગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી આજે નેશનલ હેરાલ્ડ કેસમાં પૂછપરછ માટે ઇડી (એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ)ની ઓફિસ જશે. દરમિયાન કોંગ્રેસ પાર્ટી દેશભરમાં વિરોધ પ્રદર્શન કરશે. કોંગ્રેસના તમામ વરિષ્ઠ નેતાઓ આ અંગે તૈયારીઓમાં વ્યસ્ત છે. આ અંગે પોલીસ પણ સતર્ક બની ગઇ છે. કોગ્રેસ દ્ધારા દિલ્હીની સાથે અન્ય રાજ્યોમાં પણ પ્રદર્શન કરવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે. રાજસ્થાન અને છત્તીસગઢમાં મોટું પ્રદર્શન થઈ શકે છે. બંને રાજ્યોમાં કોંગ્રેસની સરકાર છે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top