કાકરાપાર પરમાણુ પ્લાન્ટનું યુનિટ ૩ ડિસેમ્બર ૨૦૨૨ સુધીમાં ચાલુ કરવામાં આવે તેવી આશા .

0
સરકારે જણાવ્યું હતું કે કાકરાપાર પરમાણુ પ્લાન્ટનું યુનિટ ૩ તબક્કાવાર નિયમનકારી મંજૂરીઓ મેળવ્યા પછી ડિસેમ્બર ૨૦૨૨ સુધીમાં વ્યાપારી કામગીરી શરૂ કરે તેવી અપેક્ષા છે.





ગતરોજ લોકસભામાં એક પ્રશ્નના લેખિત જવાબમાં કેન્દ્રીય રાજ્ય મંત્રી (સ્વતંત્ર હવાલો) વિજ્ઞાન અને ટેકનોલૉજી; રાજ્ય મંત્રી (સ્વતંત્ર હવાલો) પૃથ્વી વિજ્ઞાન; પીએમઑ, કર્મચારી,જાહેર ફરિયાદો,પેન્સન,અણુ ઉર્જા અને અવકાશ રાજ્ય મંત્રી ડૉ. જિતેન્દ્ર સિંહે જણાવ્યું હતું કે,યુનિટ-૩ માં કમિશનિંગ ફિડબેકના આધારે જરૂરી ફેરફારો હાથ ધરવામાં આવી છે. અને તેમની માન્યતા પર હોટ રન દ્વારા પૂર્ણ કરવામાં આવી છે. તેમણે જણાવ્યું હતું. એકમ સ્ટાર્ટઅપ માટે તૈયાર થઇ રહ્યું છે. અગાઉ યુનિટ ટેસ્ટિંગમાં અનેક ખામી બહાર આવી હતી. તે અનેક ખામીઑને સુધારો અને ફેરફારો કરવામાં આવ્યા છે.

માહિતી અનુસાર કાકરાપાર એટોમીક પાવર સ્ટેશન યુનિટ-૪ એ જુન ૨૦૨૨ સુધીમાં ૯૪.૦૦ ની ભૌતિક પ્રગતિ હાસિલ કરી છે.કાકરાપાર સાઈટમાં બીજા યુનિટ બાંધકામ હેઠળ ૭૦૦MW PHWRમા રાવતભાટા , રાજસ્થાન ખાતે RAPP ૭ અને ૮ એ અનુક્રમે ૯૫% અને ૮૦% ની ભૌતિક પ્રગતિ હાંસિલ કરી છે. અને વધુમાં કેગા ૫ અને ૬ ખાતે પણ ખોદકામ ચાલુ કરવામાં આવ્યું છે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top